Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કૌભાંડના કારણે બેંકોએ ગુમાવ્યા ૪૧,૧૬૭ કરોડ રૂપિયા!

રીઝર્વ બેંકે જાહેર કર્યો રીપોર્ટ : ગયા વર્ષ કરતા આ વર્ષે ૭૨ ટકાનો વધારો : બેડ લોનમાં પણ થયો વધારો

નવી દિલ્હી તા. ૩૧ : ભારતીય રિઝર્વ બેંકે જાહેર કરેલા આંકડા મુજબ,૨૦૧૭-૧૮માં ભ્રષ્ટાચાર કરનારે બેંકમાંથી ૪૧,૧૬૭.૭ કરોડ રૂપિયા લુંટ્યા છે. વર્ષ ૨૩,૯૩૩ કરોડ ૭૨ ટકા વધુ છે. ગયા વર્ષના ૫,૦૭૬ મામલાના મુકાબલે ૨૦૧૭-૧૮માં બેંક ભ્રષ્ટાચારના ૫,૯૧૭ મામલા સામે આવ્યા હતા. જાહેર થયેલા આંકડા જણાવે છે કે ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા હતા. જાહેર થયેલા આંકડા જણાવે છે કે ભ્રષ્ટાચાર મામલે છેલ્લા ચાર વર્ષથી વધી રહ્યા છે.

૨૦૧૩-૧૪માં ૧૦,૧૭૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા હતા.જેની સરખામણીએ ૨૦૧૭-૨૦૧૮માં આ આંકડો વધીને ચાર ગણો થઇ ગયો છે. ૨૦૧૭-૨૦૧૮માં જો કે ઓફ-બેલેન્સ સહિત ઓપરેશન, વિદેશી મુદ્રા લેણદેણ, જમા ખાતા અને સાઇબર ગતિવિધિ સાથે જોડાયેલ ભ્રષ્ટાચાર મહત્વના છે. બેંકોએ વર્ષ દરમ્યાન વધુ સાઇબર ભ્રષટાચારનું રિપોર્ટિંગ કર્યું ૨૦૧૭-૧૮માં ૨,૦૫૯ મામલામાં ૧૦૯.૬ કરોડ રૂપિયાનું નુકશાન થયું. જયારે ગયા વર્ષે ૧૩૭૨ મામલાની સાથે ૪૨.૩ કરોડ રૂપિયા હતુ.

ઙ્ગ૫૦ કરોડ રૂપિયા અને તેનાથી વધુ મોટી રકમના ભ્રષ્ટાચારના મામલે આ વર્ષના કુલ રકમનો ૮૦ ટકા ભાગ છે. ઉલ્લેખનીય છે કે પીએસયુ બેંકોમાં એક લાખ રૂપિયાથી વધુની ભ્રષ્ટાચારના ૯૩ ટકા મામલા કેસ બન્યા જયારે પ્રાઇવેટ બેંકોની છ ટકા ભાગીદારી હતી. ભ્રષ્ટાચારના વધતા મામલાને બેડ લોનને પણ વધારી દીધી છે.(૨૧.૧૪)

(11:55 am IST)