Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ઓએલ એકસ પર નકલી નંબર પ્લેટવાળી કારની જાહેરાત આપી ઠગાઇ કરનાર શખ્સની ધરપકડ

નોએડા (ઉતરપ્રદેશ) પોલીસએ બતાવ્યું છે કે ઓએલ એકસ પર નકલી નંબર પ્લેટ વાળી કારની જાહેરાત આપી ઠગાઇ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસએ કહ્યું અભિયુકત ગ્રાહકથી પૈસા લઇ કયારેક કાર સ્ટાર્ટ ન હોવાનું બહાનુ બતાવી તો કયારેક કાગળોની ફોટોકોપીનું બહાનુ  બતાવી કાર ત્યાંથી લઇ ફરાર થઇ જતો હતો.

(11:31 pm IST)
  • દેશની તમામ સૈનિક સ્કૂલોમાં ઓબીસી માટે 27 ટકા અનામત : કેન્દ્ર સરકારની લીલી ઝંડી : નવા સત્રથી અમલ access_time 10:58 am IST

  • ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને મારા પ્રત્યે પૂર્વગ્રહ હતો : મારી બદલી તેમણે વિદ્યુત ડિપાર્ટમેન્ટમાં કરી નાખી : પૂર્વ ફાયનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાથે મારે સારા સબંધ હતા : નિર્મલા સીતારમણના અમુક નિર્ણયો જેવા કે આરબીઆઇ સાથેનો વહેવાર ,નોન બેન્કિંગ કંપનીઓ માટે પેકેજ ,ક્રેડિટ ગેરંટી યોજના સહિતની બાબતે અમારે મતભેદ હતો : તેથી મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લઇ લીધી : સીનીઅર આઈ એ એસ નિવૃત ઓફિસર સુભાષચંદ્ર ગર્ગે નિવૃત થયાના એક વર્ષ પછી મોઢું ખોલ્યું access_time 6:46 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST