Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ફટાકડા ઉપર ગ્લાસ રાખીને ફોડવાના લીધે બાળકનું મોત

ફટાકડા ફોડવાનો અખતરો બાળકને ભારે પડ્યો : ખાનગી પેઢીમાં નોકરી કરતા પિતા અને ખેતરમાં મજૂરી કરતી માતા પર બાળકના થયેલા મોતથી આભ તૂટી પડ્યું

નવી દિલ્હી,તા.૩૧ : ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં એક વર્ષના બાળકનું ફટાકડા ફોડવાના કારણે મોત થયું છે. બાળકે ફટાકડા પર સ્ટીલનો ગ્લાસ ઢાંકી દીધો હતો. પોલીસને શુક્રવારે અંગે જાણકારી મળી. તેણે કહ્યું કે બાળકની ઓળખ પ્રિન્સ તરીકે થઇ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બાળકે ફટાકડાને આગ લગાવી અને પછી તેના પર સ્ટીલનો ગ્લાસ રાખી દીધો. જ્યારે પટાકડો ફૂટ્યો તો સ્ટીલના ગ્લાસના કેટલાક ટુકડા બાળકના શરીરમાં ધૂસી ગયા અને કારણે તેની મોત થયું હતું. પોલીસે કહ્યું કે મામલે તપાસ ચાલી રહી છે. જાણકારી મુજબ ઘટના અલીપુરના બખતાબરપુર વિસ્તારની છે. મૃતક પ્રિન્સ દાસ તેના માતા પિતા સાથે ઓમ કોલોનીમાં રહેતો હતો. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરતા હતા. અને મા ખેતરમાં કામ કરે છે. પ્રિન્સ શાંતિ નિકેતન પબ્લિક સ્કૂલમાં ભણતો હતો. અને કેસમાં પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને સોંપી દીધો છે.

પોલીસ હાલ તે તપાસમાં જોડાઇ છે કે બાળક પાસે ફટાકડા ક્યાંથી આવ્યા. પોલીસ બાળકના મિત્રોને પકડીને દુકાનદારને પકડવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દુકાનોમાં નકલી ફટાકડા મળી રહ્યો છે જે બાળકો માટે ઘાતક છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે પ્રિન્સના મતાા-પિતા પોતાના કામ પર જ્યારે ગયા હતા ત્યારે તેણે વિસ્તારની કોઇ દુકાનથી ફટાકડા ખરીદ્યા હતા. અને પોતાના મિત્રોની સાથે તે ખાલી પ્લોટમાં જતો રહ્યો હતો. તે પછી તે ત્યાં ફટાકડા ફોડતો હતો. અને તેણે રમતા રમતા ફટાકડા પર સ્ટીલનો ગ્લાસ મૂક્યો. પણ પછી ફટાકડો ફૂટતા તે જોવા ગયો કે ફટાકડો ફૂટ્યો છે કે કેમ અને તેવામાં અચાનક ફટાકડો ફૂટ્યો અને સ્ટીલનો ગ્લાસ તેના શરીરમાં ધૂસી ગયો જેના કારણે તેનું મોત થઇ ગયું.

નોંધનીય છે કે ફટાકડા ફોડતી વખતે અનેક માતા પિતા બાળકોની સાથે નથી રહેતા. જેના કારણે મોટી દુર્ધટના થાય છે. ઘટનામાં પણ તેવું થયું. દિવાળી જેવા સારા તહેવારનો દિવસ માતમના બદલાઇ જાય તે માટે તમામ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. અને બાળકો જ્યારે પણ ફટાકટા ફોટો ત્યારે તેમને સલામત ફટાકડા કેવી રીતે ફોડવા તે માતા પિતાએ તેમને ચોક્કસથી શીખવવું જોઇએ અને તેમની સાથે રહેવું જોઇએ.

(7:14 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST

  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST