Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

આપણે ઉચ્‍ચ-નીચ, ધનિક-ગરીબ, જાતિ-જાતિના ભેદભાવનો અંત લાવવો જોઇએઃ સરદાર વલ્લભભાઇ પટેલના 10 વિચારોને આજે તેમની જન્‍મજયંતિ નિમિતે યાદ કરીએ

અમદાવાદઃ આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી છે. ત્યારે મહત્વનું છે કે, સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડાઓનો વિલય કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. જેના કારણે વલ્લભભાઈ પટેલની જયંતીના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસતરીકે મનાવવામાં આવે છે. સરદાર પટેલની જયંતીના અવસરે આજે પૂરો દેશ તેમને યાદ કરી રહ્યો છે. પટેલ વ્યવસાયે વકીલ હતાં. ભારતને એક રાષ્ટ્ર બનાવવામાં વલ્લભભાઇ પટેલની મહત્વની ભૂમિકા રહી છે. સરદાર પટેલના વિચારો આજે પણ લોકોને પ્રેરિત કરે છે. તેમના વિચારોને અપનાવીને આજનું યુવાધન પોતાનું જીવન આખું બદલી શકે તેમ છે. તો આજે અહીં જાણીશું સરદાર પટેલના 10 અનમોલ વિચારો વિશે

1. માણસે ઠંડુ રહેવું જોઈએ, ગુસ્સો ન કરવો જોઇએ. જો લોખંડ ગરમ થાય છે, તો હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ નહીં તો તે તેનો પોતાનો હાથ બાળી નાખશે. કોઇ પણ રાજ્ય પ્રજા પર કેટલું ગરમ કેમ ના હોય, અંતે તો તેને ઠંડુ થવું જ પડે છે.

2. આજે આપણે ઉચ્ચ-નીચ, ધનિક-ગરીબ, જાતિ-જાતિના ભેદભાવનો અંત લાવી દેવો જોઈએ.

3. શક્તિના અભાવમાં વિશ્વાસ અર્થહીન છે. વિશ્વાસ અને શક્તિ બંને એક મહાન કારણ માટે આવશ્યક છે.

4. જ્યારે જનતા એક થઇ જાય છે, તો તેમની સામે ક્રૂરથી ક્રૂર શાસન પણ નથી ટકી શકતું. જેથી, ઉચ્ચ-નીચ ને જાત-પાતના ભેદભાવને ભૂલી સૌ કોઇએ એક થવું જોઇએ.

5. તમારી ભલાઈ તમારા માર્ગમાં અવરોધરૂપ છે, જેથી તમારી આંખો ક્રોધથી લાલ થવા દો અને અન્યાયનો સામનો મજબૂત હાથોથી કરો

6. અધિકાર માનવીને ત્યાં સુધી અંધ બનાવી રાખશે કે જ્યાં સુધી તે અધિકારોને પ્રાપ્ત કરવાના હેતુ મૂલ્ય ન ચુકવી દો.

7. આપે આપનું અપમાન સહન કરવાની કલા હોવી જોઇએ.

8. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશમાં કરી શકાય છે. પ્રેમ તો પ્રેમ છે. માતાને પણ ગમે તેવું પોતાનું બાળક હોય તો પણ સુંદર લાગે છે અને તેના પર તે અનંત પ્રેમ કરે છે.

9. જો આપણી કરોડોની પણ ચાલી જશે અથવા તો પછી અમારું જીવન બલિદાન થઇ જાય તો પણ આપણે ઇશ્વરમાં વિશ્વાસ અને તેમના સત્ય પર વિશ્વાસ રાખીને પ્રસન્ન રહેવું જોઇએ.

10. સંસ્કૃતિ ઇરાદાપૂર્વક શાંતિ પર રચવામાં આવી છે. મરવું હશે તો તેના પાપોથી મરશે. જે કામ પ્રેમ, શાંતિથી થાય છે તે દુશ્મનીના ભાવથી નહીં થાય.

(4:57 pm IST)