Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવતા PM: કેવડિયાથી ગયા અમદાવાદ

અમદાવાદ ખાતે રાજયપાલ મુખ્યમંત્રી સહિતનાઓ દ્વારા સ્વાગત

નવી દિલ્હી, તા.૩૧: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયા ખાતેથી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવ્યા. ગુજરાતના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેકટનો વિધિવત પ્રારંભ થયો છે. સરદાર પટેલની જન્મજયંતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સી-પ્લેન પ્રોજેકટનું લોકાર્પણ કરી ગુજરાતને ભેટ અર્પણ કરી. પીએમ મોદી કેવડિયાથી સાબરમતીની સી-પ્લેનની સર્વપ્રથમ ઉડાનના સૌપ્રથમ પ્રવાસી બન્યા. સી-પ્લેનમાં સવાર થતાં પહેલા પીએમ મોદીએ કેવડિયામાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સી-પ્લેન પ્રોજેકટ અંગેની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી. અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ એમ દરરોજ ચાર વખત સી-પ્લેન ઉડાન ભરશે. મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તો ઉડાન વધારવામાં આવશે. સરકારે સી-પ્લેન સેવાને પ્રોત્સાહન મળે તે માટે ભાડામાં ઘરખમ ઘટાડો કરીને ૧૫૦૦ રૂપિયા ભાડું નક્કી કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયા ખાતેથી સી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવડિયાથી ૧૧:૫૫એ સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા. મોદીના સ્વાગત માટે રાજયપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા છે. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો છે. એટલું જ નહીં મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગૂ કરાયો છે. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આજથી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી-પ્લેન સર્વિસ શરૂ થઈ. ત્યારે સી-પ્લેનને બર્ડ હિટ ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ ૮ જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે. આ ગનથી સી-પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે.

(3:00 pm IST)