Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને કોઈપણ ભોગે રોકવો જ પડશે : ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલા સામે અમેરિકા ફ્રાન્સની સાથે છે : ડોનાલ્ડ ટ્રમ્પનો આક્રોશ

વોશિંગટન : ફ્રાન્સમાં તાજેતરમાં છેલ્લા બે મહિનામાં થયેલા ત્રણ આતંકી હુમલા વિરુદ્ધ અનેક દેશોમાં  આક્રોશ વર્તાઈ રહ્યો  છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને નાથવામાં ભારત ફ્રાન્સની સાથે જ છે.તેવું નિવેદન આપ્યા પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે.તથા જણાવ્યું છે કે કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને કોઈપણ ભોગે રોકવો જ પડશે . ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલા સામે અમેરિકા ફ્રાન્સની સાથે છે તેવું તેઓએ મક્કમતા પૂર્વક જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:25 am IST)
  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST