Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઉત્તર કોરિયાએ ફરીવાર કર્યું મિસાઈલ પરીક્ષણ : પૂર્વ સાગર તરફ બે પ્રોજેક્ટાઈલ મિસાઈલ છોડી

દક્ષિણ પ્યોંગાન પ્રાંતમાં બંને મિસાઈલોને છોડવામાં આવી

નવી દિલ્હી : ઉત્તર કોરિયાએ પૂર્વ સાગર તરફ બે પ્રોજેક્ટાઈલ મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટોકે યોનહેપનાં હવાલાથી આ જાણકારી આપી હતી. તેમણે કહ્યુ, બપોરે દક્ષિણ પ્યોંગાન પ્રાંતમાં બંને મિસાઈલોને છોડવામાં આવી હતી. અમારી સેના અતિરિક્ત પ્રક્ષેપણ અને તત્પરતા બનાવી રાખવાની સ્થિતીમાં નજર રાખી રહી છે.

  ઉત્તર કોરિયાએ આ મિસાઈલ ટેસ્ટ અમેરિકાની સાથે થયેલાં પરમાણું ચર્ચાઓને લઈને ઉત્પન્ન થયેલાં ગતિરોધની વચ્ચો કર્યો છે. આ પહેલાં ઉત્તર કોરિયાએ 2 ઓક્ટોબરે ઓછા અંતરની અન્ય ઘણી મિસાઈલોનું પરિક્ષણ કર્યુ હતુ, જેમાંથી એક મિસાઈલ જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર હેઠળ આવતા જળક્ષેત્રમાં પડી હતી. સિયોલ અને ટોક્યોનાં સૂત્રોએ આ જાણકારી આપી હતી

(8:12 pm IST)