Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વર્ષ ૨૦૩૯ સુધીમાં જર્મની-જાપાનને પાછળ છોડી ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા

વર્ષ ૨૦૩૯ સુધી ભારતનો જીડીપીનો આંકડો દસ હજાર ડોલર સુધી પહોંચી જશે

નવી દિલ્હી,તા.૩૧:વર્ષ ૨૦૩૯ સુધી વધતા કન્ઝપ્સન અને ઈન્વેસ્ટમેન્ટ સાથે ભારત જીડીપીના મામલામાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ જાણકારી બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. ભારત દુનિયાભરના રોકાણકારો માટે આ પ્રકારનો અવસર પેદા કરી શકે છે, જેવો ચીને બૂમ પહેલા કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે પરંતુ, જીડીપીના ઝડપી વિકાસમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની તુલનામાં ભારતમાં જીડીપી ગ્રોથના રસ્તામાં મુશ્કેલીઓ વધારે છે. વર્તમાન દેશની અર્થવ્યવસ્થાનો આકાર ૨૯૦૦ અબજ ડોલર પર છે. મોદી સરકારે વર્ષ ૨૦૨૪ સુધી ભારતને પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્ષ ૨૦૩૯ સુધી ભારતનો જીડીપીનો આંકડો દસ હજાર ડોલર સુધી પહોંચી જશે અને ત્યારે ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.આ વસ્તુઓ આ ગ્રોથના રસ્તામાં મુશ્કેલી પેદા કરી શકે છે<br />આ પ્રગતિના પથ પર ઓટોમેસન, ડિજીટાઈજેશન, જલવાયું પરિવર્તન, સંરક્ષણવાદ અને લોકપ્રિયતા માટે કરવામાં આવતા કામ મુશ્કેલી ઉભી કરી શકે છે. બ્લૂમબર્ગે ન્યૂ ઈકોનોમિ ડ્રાઈવર્સ એન્ડ ડિસરપર્ટસ ઈન્ડેકસ નામના એક રિપોર્ટમાં આ વાત કરી છે.રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, નવી અર્થવ્યવસ્થામાં બાધા ઉત્પન્ન કરનારા તત્વોની સંખ્યા વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછી આવકવાળી અર્થવ્યવસ્થા હવે વધારે આવકવાળી અર્થવ્યવસ્થાના નજીક પહોંચવાની સ્પીડને વધારી રહી છે. દેશોની અર્થવ્યવસ્થાના રસ્તામાં દ્યણી બાધાઓ આવી શકે છે અને જે દેશ આ પ્રક્રિયાને શરૂ કરવામાં મોડુ કરશે તેણે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.

(11:52 am IST)