Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મહારાષ્ટ્રઃ ફડણવીસ નેતાપદે ચૂંટાયાઃ શિવસેનાને નાયબ મુ.મંત્રીપદ તથા ૧૩ ખાતા આપવા એલાન

શું શિવસેના માનશે? સો મણનો સવાલ

મુંબઈ, તા.૩૧: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ ત્યારથી ભાજપ-સેના વચ્ચે સત્તાના સમીકરણો અંગે ચર્ચા ચાલી રહી છે. અત્યારસુધી શિવસેનાએ શ્નસમાનલૃવહેંચણીના સૂત્રોનું પાલન કરવામાં આવે એવી માગણી પકડી રાખી છે, પરંતુ બીજી તરફ ભાજપ આવી કોઈ સમાન વહેંચણી માટે તૈયાર નથી. સરકાર બનાવવામાં કોઈ અવરોધ ન ઊભો થાય એ માટે ભાજપે શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદ અને ૧૩ ખાતા આપવાની તૈયારી દાખવી છે, ત્યારે જોવાનું એ રહેશે કે શું શિવસેના આ વહેંચણી માટે તૈયાર થશે?

બુધવારે મુંબઈમાં ભાજપના ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને ભાજપ વિધાનમંડળ પક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા છે. સૌથી વધુ વિધાનસભ્યો ભાજપના હોવાથી રાજયપાલને મળીને તેઓ સત્ત્।ા સ્થાપના માટેનો દાવો રજૂ કરી શકે છે અને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવે એવી પણ શકયતા જણાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે શિવસેનાની ભૂમિકા પર બધાનું ધ્યાન કેન્દ્રીત છે. જોકે, ભાજપ સેનાની યુતિનો ઈતિહાસ જોવામાં આવે તો અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે દર વખતે નમતું મૂકીને શિવસેનાએ યુતિ અકબંધ રાખી છે અને તેથી આગામી દિવસોમાં શિવસેના સરકારમાં સામેલ થશે એવું કહેવામાં આવી રહ્યું છે.

રાજયમાં ભાજપ-શિવસેના વચ્ચે યુતિ બાળ ઠાકરે અને પ્રમોદ મહાજન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી શિવસેના મોટા ભાઈ ભૂમિકા ભજવી રહી હતી, પરંતુ ૨૦૦૯માં જયારે ભાજપનો એક જ વિધાનસભ્ય વધારે હતો ત્યારે પહેલી વખત ભાજપે મોટા ભાઈની ભૂમિકાનો આગ્રહ રાખ્યો હતો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને વિધાનસભામાં વિપક્ષી નેતા ભાજપનો બન્યો હતો.

આવી જ રીતે ૧૯૯૫માં જયારે પહેલી વખત ભાજપ-સેના યુતિની સરકાર બની ત્યારે શિવસેના પાસે ભાજપ કરતાં ફકત ૮ વિધાનસભ્યો વધુ હોવા છતાં તેમણે પાંચ વર્ષ મુખ્ય પ્રધાનપદ ભોગવ્યું હતું એ બાબત યાદ અપાવીને અત્યારે શિવસેના કરતાં ૪૯ વિધાનસભ્યો વધુ ધરાવતું ભાજપ અક્કડ વલણ જાળવી રાખે એવી શકયતા જોવાઈ રહી છે.

(11:43 am IST)