Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહે રન ફોર યૂનિટીનો પ્રારંભ કરાવ્યો

નવી દિલ્હી, તા.૩૧: આજે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ આજે પોલીસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જયાં અમિત શાહે દિલ્હી પોલીસના નવા મુખ્યાલયનું ઉદઘાટન કર્યું. આ સાથે સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે, સરદાર પટેલે દેશને એક કરવાનું કામ કર્યું. દિલ્હી ખાતે અમિત શાહે રન ફોર યુનિટીનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

અમિત શાહે સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે સરદાર પટેલે અનેક રજવાડાઓને એક કર્યા. કોંગ્રેસ પર આક્ષેપ કરતાં અમિત શાહે કહ્યું સરદાર પટેલને ભારત રત્ન આપવામાં મોડું થયું. આઝાદી મળ્યા બાદ સન્માન ન મળ્યું.

આજે સરદાર પટેલની ૧૪૪મી જન્મજયંતિ છે. દેશભરમાં સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. અમિત શાહે કહ્યું દેશને રાષ્ટ્રિય એકતા દિવસની શુભકામના. સરદાર પટેલને યાદ કરતાં અમિત શાહે કહ્યું કે બારડોલી સત્યાગ્રહ બાદ સરદાર નામ મળ્યું. સરદાર પટેલ ખેડૂતોના નેતા હતા.

(11:40 am IST)