Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અયોધ્યા કેસ

સુપ્રિમ કોર્ટ જે ફેંસલો આપે તે સૌ વિશાળ હૃદયથી સ્વીકારેઃ સંઘ

નવી દિલ્હી, તા.૩૧: દેશમાં સામાજિક સમન્વય જળવાઇ રહે એ માટે સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસનો જે ચુકાદો આપે એ સૌએ સહૃદય સ્વીકારવો એ સૌની જવાબદારી હોવાની વાત બુધવારે આરએસએસએ કહી હતી.

ટ્વિટર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય (આરએસએસ)એ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિવૃત્ત થાય એ અગાઉ એટલે કે ૧૭મી નવેમ્બર અગાઉ અયોધ્યા મામલે ચુકાદો આવવાની શકયતા છે, ત્યારે રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી બે દિવસની બેઠક દરમિયાન સંદ્યના વરિષ્ઠ હોદ્દેદારોએ આ વિશે ચર્ચા કરી હતી.

આરએસએસના પ્રચાર માટેના પ્રવકતા અરુણકુમારે જણાવ્યું હતું કે સંઘ પ્રચારકોની બેઠક અગાઉ ૩૦મી ઓકટોબરથી પાંચમી નવેમ્બર વચ્ચે હરિદ્વારમાં યોજાવાની હતી.

સંઘ પ્રચારકોની બેઠક રદ કરાઇ, પણ એને બદલે દિલ્હીમાં સંઘના વરિષ્ઠ હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૧૦માં અલાહાબાદ હાઇ કોર્ટનો અયોધ્યા વિશેનો ચુકાદો આવવાનો હતો, ત્યારે સરકાર, રાજકીય પક્ષો અને સમાજે કઇ રીતે અશાંતિ ફેલાવવાના થયેલા પ્રયત્નને ખાળ્યો હતો એ વાત તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યાદ કરી હતી.

(11:28 am IST)