Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ડબલ મર્ડરમાં સામેલ ખૂની મહિલા સાથે મેડ બનીને રહી હતી દેશની પ્રથમ મહિલા જાસૂસ રજની પંડિત

એકવાર મારા રેકોર્ડરના ક્લિકનો અવાજ સાંભળી ગઈ અને મને બહાર નીકળવાની મનાઈ કરી દીધી.

ભારતની પહેલી મહિલા જાસૂસ કહેવાતી રજની પંડિત જણાવે છે કે તે કોલેજમાં જ હતી જ્યારે તેણે પોતાનો પહેલો કેસ ઉકેલ્યો હતો. રજની પહેલા પણ પોતાના કામ માટે ચર્ચામાં રહી છે. આ વખતે તેણે પોતાના જીવનના એક સૌથી મુશ્કેલ કેસ વિશે જણાવ્યુ છે. હ્યુમન ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર રજનીએ આ કેસ વિશે લખ્યુ છે. રજની એક મુશ્કેલ કેસ વિશે જાણકારી આપતી આ પોસ્ટ 24 કલાકમાં વાયરલ થઈ ગઈ છે

 

  રજની પોતાને દેશી શેરલોક કહેતા જણાવે છે કે 22 વર્ષની ઉંમરમાં તેણે પહેલો કેસ ખોલ્યો જેનાથી તેને ઘણી નામના મળી તે જણાવે છે કે સૌથી મુશ્કેલ કેસ, તે મહિલા સાથે મેડ બનીને રહેવુ હતુ જે ડબલ મર્ડરમાં શામેલ હતી. છ મહિના સુધી રજની મેડ બનીને આ મહિલા પાસે રહી જે બેવડા હત્યાકાંડમાં શામેલ હતી. તે જણાવે છે કે એક વાર મારા રેકોર્ડરની ક્લિકનો અવાજ તેણે સાંભળી લીધો અને મારા ઉપર શંકા કરવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેની સાથે રહેવુ બહુ સરળ નહોતુ. 

  ડબલ મર્ડર કરનારી મહિલા સાથે મેડ બનીને રહેવા વિશે લખેલી પોસ્ટમાં રજની કહે છે, ‘હું કોલેજમાં હતી જ્યારે મે પોતાનો પહેલો કેસ ઉકેલ્યો હતો. એક મહિલા જેના ઘરમમાં ચોરી થઈ હતી, તેણે પોતાના ઘરમાં ચોરી વિશે જણાવ્યુ. તેને એની નવી વહુ પર શંકા હતી પરંતુ કોઈ પુરાવા નહોતા. તેણે તપાસ કરાવવાની રજૂઆત કરી. હું હંમેશાથી જ જીજ્ઞાસુ સ્વભાવની હતી અને મારા પિતા સાથે એ શીખી હતી કે કેવી રીતે કેસની તપાસ કરી શકાય. મે તપાસ કરી તો મને માલુમ પડ્યુ કે આ મહિલાનો પુત્ર વાસ્તવમાં ચોર હતો. મારા કેસ ઉકેલવા વિશે જ્યારે મારા પિતાને માલુમ પડ્યુ તો તેમણે કહ્યુ કે આ વ્યવસાય ખતરનાક છે અને કહ્યુ કે હું જો ઈચ્છુ તો આના આગળ વધારી શકુ છુ.

  મારો સૌથી મુશ્કેલ કેસ એક હત્યાના કેસની તપાસ માટે પુરાવા એકટા કરવાનો હતો. એક મહિલાના પતિ અને પુત્ર બંનેની હત્યા કરી દેવામાં આવી પરંતુ કોઈ પુરાવા નહોતા. મારે છ મહિના સુધી એ મહિલા સાથે નોકરાણી તરીકે રહેવુ પડ્યુ જેના પર ખૂની હોવાની શંકા હતી. જ્યારે તે બિમાર પડી ગઈ તો મે એની સારસંભાળ રાખી અને ધીમે ધીમે તેનો ભરોસો જીત્યો. એકવાર મારા રેકોર્ડરના ક્લિકનો અવાજ સાંભળીને મારા પર શંકા કરવાનું શરૂ કરી દીધુ અને મને બહાર નીકળવાની મનાઈ કરી દીધી.'

(8:42 pm IST)