Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

યુપીના કૌસાંબીમાં બેકાબુ ડમ્પર ઘરમાં ઘુસ્યું :વૃદ્ધ દંપતી સહીત છ લોકોના મોત :બે ઘાયલ

સાદિકપુર સેમરહા ગામમાં ઘરમાં સુઈ રહેલા લોકોને બેકાબુ ડમ્પરે કચડ્યા:ગ્રામીણોએ લાશને રસ્તા પર મૂકીને હંગામો કર્યો

ઉત્તરપ્રદેશના કૌસાંબીમાં ઝડપી બેકાબુ ડમ્પર એક ઘરમાં ઘુસી ગયું. આ ઘટનામાં વૃદ્ધ દંપતી સહીત 6 લોકોના મોત નિપજ્યા હતા જયારે બે લોકો ઘાયલ થયા છે  લોકો ઘરમાં પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા કૌસાંબી જિલ્લાના કરારી ચોકી વિસ્તારના સાદિકપુર સેમરહા ગામમાં  બેકાબુ ડમ્પર એક ઘરમાં ઘુસી ગયું, જેને કારણે આ દુર્ઘટના થઇ હતી

  આ ઘટના પછી ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ લાશને રસ્તા પર મૂકીને હંગામો કર્યો હતો જેને કારણે રસ્તા પર લાંબો જામ લાગી ગયો હતો શિવપ્રતાપ લોધીનો પરિવાર દુર્ઘટના સમયે પોતાના ઘરમાં સુઈ રહ્યો હતો. તેનું ઘર રસ્તાને કિનારે છે. મંગળવારે સવારે લગભગ ત્રણ વાગ્યે ડમ્પર ચાલકને ઉંગ આવી અને તે પોતાની સંતુલન ગુમાવી બેઠો, જેને કારણે ડમ્પર સીધું શિવપ્રતાપના ઘરમાં ઘુસી ગયું. આ દુર્ઘટનામાં વૃદ્ધ દંપતી શિવપ્રતાપ લોધી અને તેમની પત્ની, નાતી-નાતિન અને પરિવારના વધુ એક સદસ્યની જગ્યા પર જ મૌત થઇ ગઈ જયારે બે લોકો ઘાયલ થઇ ગયા.

(3:48 pm IST)