Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

અર્ધ લશ્કરી દળોમાં પપ૦૦૦ જગ્યાઓ ખાલી

તાત્કાલીક ભરતીનો સરકારનો આદેશ

નવી દિલ્હી, તા. ૩૧ : છ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં પપ૦૦૦ જગ્યાઓ ખાલી છે અને ૧૦૦૦૦ જગ્યાઓ દિલ્હી પોલીસમાં ખાલી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આ જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી કરવા માટે મંગળવારે કહ્યું છે.

દેશના સૌથી મોટા અર્ધ લશ્કરી દળ સીઆરપીએફમાં ર૧૦૦૦ અને બીએસએફમાં ૧૬૦૦૦ જગ્યાઓ ખાલી છે. જેમાં ર૩૩ જગ્યાઓ ડેપ્યુટી કમાન્ડન્ટ અને ૧૪૦ જગ્યાઓ ડીઆઇજી અને કમાન્ડન્ટની ખાલી છે. જયારે દિલ્હી પોલીસમાં ૧૦ર૬૩ જગ્યાઓ ખાલી છે.મંગળવારે રાજનાથસિંહની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો અને દિલ્હી પોલીસમાં ખાલી જગ્યાઓ, પ્રમોશનો અને ભરતી માટે મળેલી એક બેઠકમાં તેમણે ભરતીની પ્રક્રિયા ઝડપી અને નિશ્ચિત સમય મર્યાદામાં થાય તેના માટેની સ્પેશ્યલ મીકેનીઝમ ઉભી કરવ જણાવ્યું હતું.(૮.પ)

 

(11:39 am IST)