Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

નોટબંધીથી દેશને નાણાકીય અરાજકતામાં હોમી દેવા અંગે મોદી કેવું પ્રાયશ્ચિત કરશે ?: શિવસેનાનો સવાલ

નોટબંધીની કસરત માત્ર લોકપ્રિયતા મેળવવા માટે જ મોદી સરકારે કરી હતી

 

મુંબઈ :શિવસેનાએ રિઝર્વ બેન્કના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું છે કે વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નોટબંધી મારફતે દેશને નાણાકીય અરાજકતામાં હોમી દેવા અંગે કેવું પ્રાયશ્ચિત કરશે ?વાસ્તવમાં ચલણની બહાર કરાયેલ 99,30 ટકા નોટો બેન્કિંગ વ્યવહારમાં પરત આવેલ છે

  શિવસેનાએ વધુમાં કહ્યું કે નોટબંધીએ અર્થવ્યવસ્થાને ભારે નુકશાન પહોચાડ્યું છે આઝાદી આછી પ્રથમવાર રૂપિયો આટલો તૂટ્યો છે નોટબંધી સમયે લાઈનોમાં કલાકો ઉભા રહેલ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે

  નોટાબંધીની કસરત માત્ર લોકપ્રિયતા મેળવવા માટે માત્ર સરકારે હાથ ધરી હતી

નોટબંધી સમયે નરેન્દ્રભાઈએ 50 દિવસ સહયોગ માંગેલ,નહીં તો જનતા જે સજા આપે તે ભોગવવા તૈયાર હોવાનું કહેલ,જયારે છેલ્લા 2 વર્ષમાં તમામ ચીજોએ ભાવ વધ્યા,નોટાબંધીથી કાશ્મીરમાં આતંકી ગતિવિધિ અટકી નથી,અને શાંતિ સ્થપાઈ નથી,નોટબંધીએ અર્થ તંત્રની કમર તોડી નાખી છે

(12:41 am IST)