Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

હવે બેંકો,વીમા કંપનીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓની દર ત્રણ વર્ષે થશે બદલી

સંવેદનશીલ પદો પર કામ કરતા કર્મચારઓને સમયાંતરે બદલતા રહેવા સેન્ટ્રલ વિજિલન્સ કમિશને કરી ભલામણ

નવી દિલ્હી :સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ ભ્રષ્ટાચારને ડામવા માટે તમામ બેંકો, વીમા કંપનીઓ તથા કેન્દ્ર સરકારના વિભાગોને નિર્દેશ આપ્યો છે કે સંવેદનશીલ પદો પર કામ કરતા કર્મચારીઓનું નિયમિત સમયાંતરે બદલી કરતા રહે.આ સંબંધે પોતાના અગાઉના નિર્દેશનો હવાલો આપતા આયોગે કહ્યું કે ભ્રષ્ટાચારનું એક કારણ છે ચક્રીય રીતે બદલી કરવાની નીતિનું લાગુ ન થવું

  CVCએ સરકારી બેંકો, વીમા કંપનીઓ તથા કેન્દ્ર સરકારના વિભાગો માટે જાહેર થયેલા નિર્દેશમાં કહ્યું કે તે ફરી એક વખત કહે છે કે સંવેદનશીલ પદો પર ત્રણ વર્ષથી વધુ સમયથી રહેલા કર્મચારીઓની બદલીનું પાલન કડકાઈથી કરવામાં આવે. જો કે CVCએ સ્પષ્ટ કર્યુ કે તેની સલાહ સંવેદનશીલ પદો પર રહેનારા કર્મચારીઓની બદલી માટે છે નહીં કે એ કેન્દ્રથી જે સંબંધિત વિભાગોનું નીતિ દ્વારા સંચાલિત થાય છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સીવીસીએ આ વર્ષે મે મહિનામાં બેંકો તથા વીમા કંપનીઓને સંવેદનશીલ પદો પર એ કર્મચારીઓના મામલે ચક્રીય સ્થાનાંતરણ લાગુ કરવા માટે કહ્યું હતું જે ત્રણ વર્ષથી એક જ જગ્યાએ રહેલા છે.

  આયોગનું આ પગલું ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણકે હાલમાં જ કેટલીય બેંકોમાં મોટાં-મોટાં કૌભાંડ બહાર આવ્યાં છે. CBI 13000 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહી છે જેમાં કથિત રીતે નિરવ મોદી તથા તેના મામા મેહુલ ચોક્સીની સંડોવણી છે.

(10:46 pm IST)