Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

જેલમાં કેદ લાલુની મુશ્કેલીઓ વધીઃ IRCTC કૌભાંડમાં CBI કોર્ટે પ્રોડકશન વોરંટ કાઢયું

RCTC હોટલ ટેંડર કૌભાંડમાં સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ વિરૂદ્ઘ પ્રોડકશન વોરંટ બહાર પાડ્યું છે. અદાલતે લાલૂ પ્રસાદ યાદવને આગામી ૬ ઓકટોબર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. હાલ લાલૂ ઘાંસચારા કૌભાંડમાં દોષિત ઠર્યા છે રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે. તેમને આજે રાંચીથી દિલ્હી લાવવામાં આવશે. સુનાવણી દરમિયાન સીબીઆઈ કોર્ટ સમક્ષ લાલૂ યાદવની હાજરી માટે પ્રોડકશન વોરંટની માંગણી કરવામાં આવી હતી, જેને અદાલતે સ્વિકારી લીધી હતી.

(3:56 pm IST)