Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

આઝમ ખાન ખોટુ બોલવામાં કુશળ : અમરસિંહનો આક્ષેપ

આઝમ ખાન અને અમરસિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધઃ આઝમ ખાનને ખોટુ બોલવામાં ડોક્ટરેટની ડિગ્રી મળવી જોઇએ : મુઝફ્ફરનગરમાં રમખાણોનો મુદ્દો પણ ઉઠાવ્યો

રામપુર, તા. ૩૦: રાજ્યસભા સાંસદ અમરસિંહે આજે ઉત્તરપ્રદેશના રામપુરમાં પહોંચ્યા બાદ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન ઉપર ખોટા નિવેદન કરવાનો આક્ષેપ કર્યો હતો. અમરસિંહે કહ્યું હતું કે, આઝમ ખાનને ખોટુ બોલવામાં ડોક્ટરેટની ડિગ્રી મળવી જોઇએ. હાલના દિવસોમાં અમરસિંહ અને આઝમ ખાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ઉપર પોતાની હત્યા કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રામપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા અમરસિંહે કહ્યું હતું કે, આઝમ ખાન ખોટુ બોલવામાં માસ્ટર છે. તેમને ખોટુ બોલવામાં ડોક્ટરેટની ડિગ્રી મળવી જોઇએ. અમરસિંહે કહ્યું તું કે, તેઓ જ્યારે ડોક્ટર આઝમ કહેશે ત્યારે તેમને કાશ્મીર વિવાદાસ્પદ લાગે છે. હિન્દુ તેમને ધર્મ તરીકે નહીં પરંતુ સંસ્કૃતિ તરીકે લાગે છે. મુઝફ્ફરનગરમાં રમખાણો કેમ થયા તે અંગે આઝમ ખાને ખુલાસા કરવા જોઇએ. જોહર યુનિવર્સિટી ઉપર પારિવારિક કબજો આવી ગયો છે. સ્થાયી રાજ્યપાલની જગ્યાએ અસ્થાયી રાજ્યપાલે કઇ રીતે ત્રણ મહિનામાં જોહર યુનિવર્સિટીને લઘુમતિનો દરજ્જો આપી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ જોહર યુનિવર્સિટીની સામે નથી. જોહર યુનિવર્સિટીની સામે તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા નથી પરંતુ કોઇ યોગ્ય મુસ્લિમના હાથમાં જોહર યુનિવર્સિટીની જવાબદારી હોવી જોઇએ. તેમની બાળકીઓને લઇને આઝમ દ્વારા કરવામાં આવેલા નિવેદન બદલ માફી માંગવી જોઇએ. અમરસિંહ આઝમ ખાનના એવા નિવેદન સામે વાંધો ઉઠાવી રહ્યા હતા જેમાં આઝમ ખાને તેમની પુત્રીઓ ઉપર તેજાબ ફેંકવાની વાત કરી રહ્યા હતા. અમરસિંહે ફિલ્મ અભિનેત્રી જયાપ્રદાના મુદ્દે પણ આઝમ ખાન ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, જયાપ્રદા કંઇ નિવેદન કરશે તો આઝમ જેલમાં જશે.

(12:00 am IST)