Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

માઇક્રોબાયોલોજી તથા બાયોટેકનોલોજી ક્ષેત્રે શ્રેષ્‍ઠ શિક્ષણ આપવા માટે ઇન્‍ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી રીટા રાવને SIMB એવોર્ડ

મેસ્‍સેચ્‍યુએટસઃ  અમેરિકામાં સોસાયટી ફોર ઇન્‍ડસ્‍ટ્રીયલ  માઇક્રોબાયોલોજી ના ર૦૧૮ ની સાલના વોકસમેન આઉટસ્‍ટેન્‍ડીંગ ટીચીંગ એવાર્ડ માટે ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર મહિલા સુશ્રી રીટા રાવની પસંદગી થઇ છે.

મેસ્‍સેચ્‍યુએટસમાં આવેલ વોર્સસ્‍ટર  પોલિટેકનિક ઇન્‍સ્‍ટીટયુટના પ્રોફેસર સુશ્રી રીટા રાવને આ એવોર્ડ શિકાગો મુકામે યોજોયેલી SIMB કોન્‍ફરન્‍સમાં અપાયો હતો જે  દર વર્ષે માઇક્રોબાયોલોજી, તથા બાયોટેકનોલોજી ક્ષેત્રે શ્રેષ્‍ઠ શિક્ષણ,સંશોધન તથા માર્ગદર્શન માટે આપવામાં  આવે છે. આ એવોર્ડ નોબલ પ્રાઇઝ વિજેતા  સેલ્‍મન વોકસમેનની સ્‍મૃતિમાં આપવામાં આવે છે.

(11:42 pm IST)