Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી સંન્યાસ લીધો

સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જાહેરાત કરી : થોડા દિવસ પહેલા મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે બાબુલ સુપ્રીયોને મંત્રીમંડળમાંથી પડતા મુક્યા

કોલકત્તા, તા.૩૧ : પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે બાબુલ સુપ્રીયોને મંત્રીમંડળમાંથી પડતા મુક્યા હતા.

સુપ્રિયો મોદી સરકારના કાર્યકાળમાં પણ મંત્રી હતાસુપ્રિયોએ કહ્યું કે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. તે રાજનીતિથી અલગ થઈને પોતાના ઉદ્દેશ્યને પણ પૂરા કરી શકે છે. તેના તરફથી તે વાત પર ભાર આપવામાં આવ્યો છે કે તે હંમેશા ભાજપનો ભાગ રહ્યા છે અને રહેશે. તે કહે છે કે તેના નિર્ણયને 'તે' સમજી જશે.

છેલ્લા કેટલાક દિવસથી બાબુલ સુપ્રિયોના મૌન અને ભાજપમાં તેની ઓછી થતી ભૂમિકા પર ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યા હતા. અટકળો હતો કે બાબુલ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

હવે તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે તમામ વિવાદો પર વિસ્તારથી વાત કરી છે. તેણે કહ્યું કે, પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ હતા. તે વાતો ચૂંટણી પહેલા બધાની સામે આવી ચુકી હતી.

હાર માટે હું જવાબદારૂ લઉં છું, પરંતુ બીજા નેતા પણ જવાબદાર છે. મહત્વનું છે કે હાલમાં મોદી સરકારના મંત્રીમંડળના થયેલા વિસ્તારમાં બાબુલ સુપ્રિયોને બહાર કરી દેવામાં આવ્યા હતા. તેમની પાસેથી મંત્રી પદેથી રાજીનામુ લેવામાં આવ્યું હતું. ત્યારે પણ સુપ્રિયોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

(8:42 pm IST)