Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

દુનિયામાં લગ્નને લઇને અજીબોગરીબ રિવાજ

લગ્ન બાદ અહીં ૩ દિવસ સુધી ટોયલેટ નથી જઇ શકતા વર-કન્યા : રિવાજ તોડે તો લગ્ન તૂટી જવાની છે માન્યતા

જાકાર્તા, તા.૩૧: લગ્ન કોઇ પણ ધર્મ અને સંસ્કૃતિના લોકો માટે ખુબ મહત્વ રાખે છે. માટે દુનિયામાં અલગ જગ્યાએ અલગ પ્રકારના રિવાજ છે.કેટલીક જગ્યાએ એવી વીધિઓ હોય છે જે જાણીને આપણે આશ્ચર્યચકિત થઇ જઇએ છીએ. એક જગ્યાએ એવો રિવાજ છે કે જયાં લગ્ન બાદ ૩ દિવસ સુધી વર-કન્યા ટોયલેટમાં ન જઇ શકે.

આ પ્રકારનો રિવાજ ઇન્ડોનેશિયામાં છે. ટીડોન્ગ નામના સમુદાયમાં આવી વિધી કરવામાં આવે છે. આ રિવાજને લઇને માન્યતા કેટલીક માન્યતા છે. જેના કારણે દંપતિ ૩ દિવસ સુધી ટોયલેટ ન જઇ શકે. આ રિવાજ પાછળ કારણ છે કે લગ્ન એક પવિત્ર સમારોહ હોય છે. જો વર વધૂ ટોયલેટ જાય છે તો તેમની પવિત્રતા ભંગ થઇ જાય છે અને તે અશુદ્ઘ થઇ જાય છે. જો કોઇ આવું કરે તો તેને અપશુકન માનવામાં આવે છે. આ રિવાજ વિશે કહેવામાં આવે છે કે નવદંપતિને ખરાબ નજરથી આ રિવાજ બચાવે છે. માન્યતા અનુસાર જયાં મળ ત્યાગ કરવામાં આવે છે ત્યાં ગંદકી હોય છે અને એટલે જ ત્યાં નકારાત્મક શકિતઓ હોય છે. એવી માન્યતા છે કે લગ્નના તરત બાદ શૌચાલયમાં જવાથી તેમના પર નકારાત્મકતાનો પ્રભાવ પડે છે. જેનાથી તેમના દાંપત્યજીવનમાં તકલીફો થાય છે. સંબંધોમાં તિરાડ પડી શકે છે અને લગ્ન પણ તૂટી જાય છે. લગ્ન વખતે દંપતિ ઓછુ ખાય છે જેનાથી તેમને કોઇ પરેશાની ના હોય. ઓછુ ખાવાના કારણે તેમને તકલીફો ઓછી થાય છે અને આ રિવાજ કડક રીતે નિભાવવામાં આવે છે.

(3:18 pm IST)