Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

5મીએ વડાપ્રધાન 11,55 કલાકે અયોધ્યા પહોંચશે : મોદી સાથે મંચ પર ઉપસ્થિત રહેનારા પાંચ ગણમાન્ય વ્યક્તિના નામ નક્કી

-પીએમ સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કરશે.: અયોધ્યામાં ઉત્સવી માહોલ

 

અયોધ્યા : રામ મંદિર ભૂમિપૂજનને લઈને અયોધ્યામાં એક ઉત્સવ જેવો માહોલ છે. રામ મંદિર ભૂમિપૂજનના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી  મોદીઅયોધ્યા જવાના છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. એ પણ નક્કી થઈ ગયું છે કે કાર્યક્રમ સ્થળ પર તેમની સાથે કોણ-કોણ ગણમાન્ય વ્યક્તિ મંચ પર રહેશે.

સૂત્રોનો મતે ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રી  મોદી સાથે મંચ પર રહેનાર 5 નામ નક્કી કરી નાખવામાં આવ્યા છે. જેમા પ્રથમ નામ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું છે. આ સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પણ મંચ પર રહેશે.

કોરોના સંક્રમણને જોતા 200 મહેમાનોને જ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહેમાનોની યાદી મંદિર ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ યાદી પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલી આપી છે.

   માનવા મુજબ પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે સવારે લગભગ 11.15 વાગે અયોધ્યા પહોંચશે. અયોધ્યા પહોંચ્યા પછી તે સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કરશે. હનુમાનગઢી પછી રામલલાના દર્શન કરશે અને પછી ભૂમિપૂજનના કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચશે. ટ્રસ્ટના સૂત્રોના મતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાકડામાંથી બનેલી દુર્લભ પ્રતિમા ભેટ આપવામાં આવશે.

(11:45 pm IST)