Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

રસ્તાઓની જગ્યાએ મસ્જિદોની છત પર જુમાની નમાજ અદા કરવા અલીગઢના મુફ્તીનો આદેશ

જિલ્લા વહીવટીતંત્ર સાથે મુલાકાત બાદ મુફ્તીએ મસ્જિદોના પ્રશાશકોને છત પર વ્યવસ્થા કરવા આદેશ કર્યો

ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરના મુફ્તી મોહમ્મદ ખાલિદ હમીદે શહેરનાં બધાં જ મસ્જિદોના પ્રશાસકોને રસ્તાઓની જગ્યાએ મસ્જિદોની છત પર જુમાની નમાજ અદા કરવાની વ્યવસ્થા કરવાના આદેશ કર્યા છે. મુફ્તીના આ આદેશ બાદ બે સમુદાયો વચ્ચે ચાલી રહેલ ટકરાવ બંધ થઈ શકે છે.

સમુદાયના સભ્યોએ જિલ્લા વહિવટી તંત્ર સાથે મુલાકાત કર્યા બાદ, શહેર મુફ્તીએ આ જાહેરાત કરી છે. જેમણે રસ્તાઓ પર બધી જ ધરમિક ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ફ્તીએ પત્રકારોને જણાવ્યું કે, રસ્તાઓ પર નમાજ પઢવાનો કોઇ કાયદો નથી, પરંતુ ક્યારેક-ક્યારેક મસ્જિદમાં જગ્યા ન હોવાથી લોકો આમ કરે છે. તેમણે કહ્યું, 'મેં બધાં જ મસ્જિદોના વહોવટી તંત્રને આ અંગે જાણ કરી દીધી છે અને જરૂર પડશે તો તેમને છત પર વ્યવસ્થા કરવાની રહેશે.'

તેમણે જણાવ્યું કે, ઈદ અને બકરી ઈદ જેવા ખાસ દિવસોમાં લોકો જામા મસ્જિદ અને ઈદગાહ પર રસ્તાઓ પર નમાજ અદા કરશે, કારણકે મસ્જિદમાં વધારે પડતી ભીડના કારણે જગ્યા ઓછી પડી જાય છે.

(1:03 pm IST)