Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

દક્ષિણ ફ્રાન્સના ટોટાવેલ વિસ્‍તારમાંથી સાડા પાંચ લાખ વર્ષ જુનો દાંત મળ્યોઃ દુનિયાની સૌથી પ્રાચીન પ્રજાતિનો આ દાંત હોવાની સંભાવના

નવી દિલ્હીઃ દક્ષિણ ફ્રાન્સમાં ટોટાવેલ વિસ્તારમાં 20 વર્ષના એક આર્કિયોલોજિ્ટ વેલેન્ટાઇન લોસેરે અરાગો નામની ગુફાઓમાંથી સાડા પાંચ લાખ જૂનો દાંત મળ્યો હતો. આ દાંત જેણે પણ જોયો છે એ અચંબામાં પડી ગયા હતા. વૈજ્ઞાનિકોએ આ દાંતને અરાગો-149 નામ આપ્યું છે.

સાડા પાંચ વર્ષ જૂના દાંતને શોધનારા આર્કિયોલોજિસ્ટ પ્રમાણે તેઓ ગુફામાં એક માટીના ઢગલાને બ્રસથી સાફ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ દાંત જોવા મળ્યો હતો. એ જગ્યાએ અનેક પ્રાણીઓના અવશેષો પણ મળ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ દાંત દુનિયાની સૌથી પ્રાચિન પ્રજાતીનો હોઇ શકે છે. આ દાંતથી જાણવા મળ્યું છે કે, દુનિયાની સૌથી જૂની પ્રજાતિ ફ્રાન્સમાં હતી.

દાંત મળ્યા બાદ આર્કિયોલોજિસ્ટ લોસેર આ દાંતને ફિલોન્થ્રોપ્લોજિસ્ટ પાસે લઇને પહોંચ્યા હતા. દાંતની તપાસ માટે લેબોરેટ્રીમાં મોકલવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોને આ દાંતને અરોગો-149 નામ આપ્યું છે. 2012માં આ જગ્યાએથી માણસોના નીચેના જડબાના અવશેષ મળ્યા હતા.

ટોટાવેલા પુરાતત્વ માટે મહત્વની જગ્યા છે. કારણ કે આદિમાનવ સહિત અનેક પ્રાચિન પ્રાણીઓના અવશેષો મળી રહ્યા છે. જેમાં ઘોડા, ભેંસ અને બારાસિંગાનો સમાવેશ થાય છે. 70ના દાયકામાં આ 4,50,000 વર્ષ જૂની મન્યુષ્યની ખોપડી મળી હતી. જેણે ટોટાવેલ મેન નામ આપ્યું હતું.

અત્યારે એ નથી કહી શકાય કે દાંત મહિલાનો છે પુરુષનો છે. પરંતુ દાંત પરંતુ દાંતના મેલની તપાસ કરીને જાણી શકાય કે એ સમયમાં લોકોનો ખોરાક શું હતો. ટોટાવેલમાં આ પહેલા આદિમાનવ દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના ઓજારો મળ્યા હતા. જેનાથી તેમના શિકારની જાણકારી પણ મળી શકે છે.

(6:25 pm IST)