Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમરસિંહનો અખિલેશ પર આકરો પ્રહાર: કહ્યું બુઆ-બાબુઆને બદલે મોદી-યોગીને પસંદ કરીશ

યુપીમાં સપા - બસપાના ગઠબંધનની ઝાટકણી : બંને રાજકીય પક્ષોને જાતિવાદી ગણાવ્યા

લખનૌ:રાજ્યસભાના સાંસદ અમરસિંહે અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે બુઆ-બાબુઆની બદલે મોદી-યોગીને પસંદ કરીશ,યુપીમાં સપા-બીએસપીના ગઠબંધનની ઝાટકણી કાઢતા બન્ને રાજકીય પક્ષોને જાતિવાદી ગણાવ્યા હતા

  સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નજીક રહેલા અમરસિંહએ હવે સપાને આડેહાથ લેતા જોવાઈ રહ્યાં છે ઉત્તર પ્રદેશમાં સપા અને બીએસપી પર આકરા પ્રહાર કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ભાઈ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનું સમર્થન કરે છે

   સપાના બરતરફ અમરસિંહનું આ નિવેદન પીએમ મોદીના એક નિવેદન બાદ આવ્યું છે ,લખનૌમાં કેટલાય પ્રોજેક્ટ લોન્ચ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે અમરસિંહ એ લોકોને જાણે છે જે પરદા પાછળ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરે છે અમે ઉદ્યોગપતિ સાથે તસ્વીર ખેચવાતાં ડરવા વાળા નથી જયારે અમરસિંહ પણ યુપી સરકારના કર્યક્રમમાં મોજુદ હતા

  અમરસિંહે કહ્યું કે હું સ્વચ્છતા અને સંવેદનશીલ રાજનીતિમાં વિશ્વાસ કરું છું યુપીમાં હવે કોંગ્રેસ રહી નથી તેનો સફાયો થયો છે જયારે સપા અને બસપા એક સિક્કાના બે ભાગ છે તેઓએ કહ્યું કે બંને પાર્ટીઓ જાતિવાદી રાજનીતિ કરે છે હવે નિર્ણંય 3કરવાનો છે કે લોકોએ બુઆ-બાબુઆને ચૂંટવા છે કે મોદી-યોગીને

(5:28 pm IST)