Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સુવિધામાં વધારો : હવેથી એક જ રિટર્ન ભરવું પડે તેવી થઇ રહેલી જોગવાઈ : GST રિટર્ન માટેના મુસદ્દામાં કરાયેલી ભલામણ

અમદાવાદ : વાર્ષિક રૃા. ૫ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા મોટા એસેસીઓ માટે એક જ રિટર્ન ફાઈલ કરવાની સિસ્ટમ લાવવાની દરખાસ્ત જીએસટી કાઉન્સિલે જાહેર કરેલા સૂચિત દસ્તાવેજમાં મૂકવામાં આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. માત્ર એક એસએમએસ કરીને પણ નિલ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપવાની દરખાસ્ત પણ સૂચિત દસ્તાવેજમાં મૂકવામાં આવેલી છે. આ સૂચિત દરખાસ્તમાં દર્શાવવામાં આવેલી વિગતો અંગે આમજનતા અને વેપારી આલમના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. ૨૮મી જુલાઈએ બહાર પાડવામાં આવેલા મુસદ્દામાં જણાવવામાં આવ્યું છે કે વેપારી મહિનાની દસમી તારીખ સુધીમાં જેટલા બિલ અપલોડ કરશે તેટલા બિલની વિગતો તેની સાથે ડીલ કરનારા વેપારીઓ ૧૧મી તારીખથી જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

(12:11 pm IST)