Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગર્ભવતી મહિલાઓ નિયમિત તપાસ માટે ન પહોંચી શકીઃ ગર્ભનિરોધક સંશાધનો મેળવવા મુશ્કેલી પડેલ

કોરોનાથી માતાઓના સ્વાસ્થ્ય ઉપર પણ દેશમાં વ્યાપક અસર

નવી દિલ્હી તા. ૩૧: કોરોના મહામારીના કારણે માતાઓના સ્વાસ્થ્યને પણ પ્રભાવીત કર્યું છે. ગર્ભવતી મહિલાઓ નિયમિત તપાસ માટે પહોંચી નથી શકતી સાથે જ ગર્ભનિરોધક વિકલ્પો સુધી પણ પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ ઉપર ઘણા સંગઠનોએ વેબીનારમાં ભારતના સંદર્ભે આ મુદ્દાને ઉઠાવ્યો છે. દેશમાં ઉપલબ્ધ ગર્ભ નિરોધકોમાં વૃધ્ધીની જરૂરીયાતને રેખાંકીત કરાયેલ.

પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના નેતૃત્વમાં આ ચર્ચા થયેલ. રિપોર્ટ મુજબ ગત વર્ષે શોધકર્તાઓએ અનુમાન લગાડેલ કે ભારતમાં ર.૬ કરોડ યુગલોને પરિવાર નિયોજનના સંસાધનો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ આવેલ. પ્લાન ન કરાયેલ ગર્ભ પરિવાર ઉપર આર્થીક દબાણ બનાવે છે. અસુરક્ષીત ગર્ભપાતનો ખતરો પણ રહે છે.

અનુમાન મુજબ ભારતમાં ૧પ થી ૪૯ વર્ષની ૧૩ ટકા મહિલાઓની પરિવાર નિયોજનની જરૂરીયાત પુરી નથી થઇ, કોરોનાને કારણે લાગેલ પ્રતિબંધ અને સ્વાસ્થ્ય સેવાઓમાં કમી તેનું મુખ્ય કારણ છે.

ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રીશીયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ ઇન ઇન્ડીયાના મહાસચીવ ડો. જયદીપે જણાવેલ કે જો ગર્ભનિરોધક સુધી મહિલાઓની ઓછી પહોંચ તેમના જીવન માટે હાનીકારક છે. ૭૦ ટકા સ્વાસ્થ્ય કર્મી. મહિલાઓ છે. તેમની પ્રજનન જરૂરીયાત ઉપર ધ્યાન નથી આપવામાં આવી શકયું.

(11:41 am IST)