Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ચિકનથી ફેલાશે મહામારી : દુનિયાની અડધી વસ્તી થશે ખતમ: અમેરિકાના વૈજ્ઞાનિકે આપી ચેતવણી

ખાવા માટે આપણી જાનવરો પરની નિર્ભરતા કોરોનાથી પણ મોટી આફત લાવશે

નવી દિલ્હી : કોરોના સંક્રમિતોનો આંકડો 61 લાખને પાર કરી ચુક્યો છે. વૈજ્ઞાનિકોને હજુ તેની અસરદાર દવા શોધવામાં કોઈ સફળતા નથી મળી શકી, જોકે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિક ડો. માઈકલ ગ્રેગરે ચેતવણી આપી કે, ખાવા માટે આપણી જાનવરો પરની નિર્ભરતા કોરોનાથી પણ મોટી આફત લાવવાની છે. તમને જણાવી દઈએ કે, આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે અનેક એક્સપર્ટ કોરોના વાયરસ ચામાચિડીયામાંથી માણસમાં ફેલાયો હોવાનું માની રહ્યા છે.

આ બધા વચ્ચે ડો. ગ્રેગર જે વારંવાર શાકાહાર પર જોર આપતા આવ્યા છે્. કહે છે કે, આગામી મહામારી આવશે કે નહીં આવે, જેવી કોઈ વાત જ નથી, બસ હવે જાણવાનું છે કે, તે ક્યારે આવશે. ગ્રેગરનું માનવું છે કે, ચિકન પર દુનિયાની મોટી આબાદી નિર્ભર છે, એવામાં ચિકનમાંથી ફેલાવનારી મહામારીની વ્યાપકતા વધારે ભયાવહ અને ડબલ હશે, અને તે દુનિયાની અડધી આબાદી તેનાથી ખતમ થઈ જશે.

આમ તો ગ્રેગરની આ ચેતવણી સાથે મળતી આવતી અનેક ચેતવણી સામે આવી ચુકી છે. ખાસ કરીને કોરોના બાદ દુનિયાના અનેક વિશેષજ્ઞ જાનવરોના માર્કેટ બંધ કરવાની વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જાનવરોમાં વાયરલ લોડ એટલો વધારે હોય છે કે તેને ખાવા પર અથવા તેને કાપવા અને સાફ-સફાઈ દરમિયાન માણસ વાયરસની ચપેટમાં તુરંત આવી જવાનો ખતરો વધારે રહે છે.

યૂનોટિક એટલે કે જાનવરમાંથી માણસમાં વાયરસનો ખતરો જોતા કેટલાએ મીટ-ઈટર દેશોમાં વેટ માર્કેટ અસ્થાયી રૂપથી બંધ પણ થઈ રહ્યા છે. જેમ કે, હાલમાં જ ચીને ડોગ મીટ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. સાથે વુહાન પાસે સ્થિત વેટ માર્કેટ પણ બંધ કરાવી દીધુ છે. આ એજ માર્કેટ છે, જ્યાંથી ચામાચિડીયા અથવા પેંગોલિન જેવા કોઈ જંતુ દ્વારા વાયરસ માણસમાં ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અલગ-અલગ રિસર્ચમાં એ સામે આવ્યું છે કે, માંસાહારથી અનેક બીમારીઓનો ખતરો છે. જેમ કે, હાલમાં જ થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે, પ્રોસેસ્ડ મીટ અથવા પછી ચિકન ખાવાથી કાર્ડિયોવસ્કુલર બીમારીઓનો ખતરો અનેક ગણો વધી જાય છે. તેમાં હાઈ બીપી અને સ્ટ્રોકથી લઈ હદયની બીમારી જન્મજાત બીમારી પણ સામેલ છે, જે ગર્ભવતી બાળકમાં પહોંચી જાય છે. આ સિવાય કેન્સરનો ખતરો પણ માંસાહાર લોકોને વધારે રહે છે.

(11:35 pm IST)