Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

દિલ્હીની સૌથી મોટી હોલસેલ દવા માર્કેટ ભગીરથ પ્લેસ કોરોનાની ઝપટે : 4થી જૂન સુધી બંધ રહેશે

માર્કેટને સેનેટાઇઝ કરવામાં આવે અને વહેલી તકે નવા દિશા-નિર્દેશ જાહેર કરવા માંગ

નવી દિલ્હી : દિલ્હીની સૌથી મોટી હોલસેલ દવા માર્કેટ ભગીરથ પ્લેસમાં પણ કોરોનાનો હાવ જોવા મળી રહ્યો છે. ભગીરથ પ્લેસને 4 જૂન સુધી બંધ કરી દેવાયું છે. માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ માર્કેટ એસોસિએશન તરફથી માર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા કોન્ફેન્ડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સને ઉપરાજ્ય અનિલ બૈજલ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને અપીલ કરી હતી કે, માર્કેટને સેનેટાઇઝ કરવામાં આવે અને વહેલી તકે નવા દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવે. વેપારીઓએ આરોપ લગાવ્યો કે, સરકારે વેપારીઓ અને વાણિજ્યિક માર્કેટને ભગવાનો ભરોસે છોડી દીધા છે

(7:22 pm IST)