Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

દેશના તમામ જિલ્લામાંથી નળના પાણીના નમૂના લેવાશે :15મી ઓગસ્ટ સુધીમાં પરીક્ષણ પૂર્ણ કરાશે

ગયા વર્ષે 20 રાજ્યોની રાજધાનીના નળના પાણીનું પરીક્ષણ કરાયું હતું

અમદાવાદ : ઉપભોક્તા બાબતોના મંત્રાલયે કહ્યું હતું કે તે 15 ઓગસ્ટ સુધીમાં તમામ જિલ્લા મથકોમાં નળનાં પાણીમાંથી નમૂના લેવા અને તેની તપાસની કામગીરી શરુ થઇ શકે છે. જો કે કોવિડ -19 રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે મંત્રાલય આ પ્રોજેક્ટને કેવી રીતે અમલમાં મૂકશે તે જોવાનો વિષય છે.

 મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ સુધીમાં તમામ જિલ્લામાંથી નળના પાણીના નમૂના લેવા અને પરીક્ષણો પૂર્ણ કરવાની યોજના છે. ગયા વર્ષે મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાની ઉપરાંત 20 રાજ્યની રાજધાનીઓમાં નળના પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.જેમાં વિગતો સામે આવી છે કે મોટાભાગનાં રાજ્યોમાં નળનું પાણી ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતું નથી.

 આ પરીક્ષણ ઓર્ગેનોલેપ્ટીક અને ભૌતિક પરીક્ષણો, રાસાયણિક પરીક્ષણો, ઝેરી પદાર્થોના પરીક્ષણો અને બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણો માટે કરવામાં આવ્યું હતું. એક અથવા બે માપદંડો સિવાય તમામ નમૂનાઓ ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ ગયા હતા. ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને લોકોને રાજ્યમાં નળના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારોને પણ પત્ર લખ્યો છે

(5:19 pm IST)