Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કોરોના વાયરસ અટકવાનું નામ નહીં : એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮ નવા કેસ નોંધાયા

મુંબઇ : કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નહીં આવનારા દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્‍યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્‍ચે એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮ નવા કેસ નોંધાયા છે. જયારે એક વ્‍યકિતનું મોત થયું છે. નવા કેસ સામે આવ્‍યા પછી કુલ ૧૭૩૩ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે ૭૧ લોકોના ધારાવીમાં મોત થઇ ચુકયા છે.

(12:00 am IST)