Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

આધારકાર્ડને આધાર ગણી પાન નંબર આપવામાં આવશે

ઓનલાઈન અરજી કરી વિનામૂલ્યે પાન મેળવી શકાશે : સરકારે યોજનાની બજેટ દરમિયાન જાહેરાત કરી હતી, જોકે, આનો ફોટો આઈડી તરીકે ઉપયોગ નહીં થઈ શકે

અમદાવાદ, તા.૩૦ : નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે આધાર નંબરને દ્ભરૂઝ્ર બેઈઝ ગણીને ઇન્સ્ટન્ટ પાન નંબર કરદાતાને એલોટ કરવામાં આવશે તેવી કરેલી જાહેરાત બાદ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. યોજના જે કરદાતા પાસે વેલીડ આધાર નંબર છે અને તેણે નંબરમાં પોતાનો મોબાઈલ રજીસ્ટર કરાવેલો છે તે આનોલાભ લઇ શકશે. આખી પ્રક્રિયા ઓનલાઇન એટલે કે પેપરલેસ છે અને કરદાતાને વિનામૂલ્યે પાન નંબર મળશે.હાલમાં આનો ચાર્જ રૂપિયા ૧૨૦ ચૂકવવો પડે છે.

          બજેટમાં પોતાની સ્પીચમાં નાણામંત્રીએ પેપરલેસ આધાર કરવાની વાત કરી હતી તેને શુક્રવારથી અમલ કરવામાં આવી રહ્યો છે. જો આનો બીટા વર્ઝનમાં ૧૨મી ફેબ્રુઆરીએ રૂ કરી દેવામાં આવ્યો હતો જે ઈન્કમટેક્સ વિભાગની વિવિધ વેબ સાઈટમાં રૂ કરાયો હતો અને જેમાં  ૬૭૩૬૩૧ પાન નંબર ફક્ત ૧૦ મિનિટના સમયમાં ઇસ્યુ કરાયા હતા .તારીખ ૨૫ દ્બટ્ઠઅ ૨૦૨૦ સુધીમાં દેશમાં કુલ ૫૦. ૫૨ કરોડ પાનનંબર ઈશયુ કરવામાં આવેલા છે જેમાં ૪૯.૩૯ કરોડ વ્યક્તિગત કરદાતાઓ અને બાકીના કંપની પેઢી એચ.યુ.એફ ટ્રસ્ટ વગેરેને ઇશ્યૂ કરાયેલા છે. પરંતુ આમાંથી ફક્ત ૩૨.૧૭ કરોડ ફોન નંબર આધાર સાથે લિંક થયેલા છે.

             પાનનંબરની અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે તેમાં કરદાતાએ આવકવેરાનીસાઇટ પર ઓનલાઈન અરજી કરી ફોન નંબર મેળવી શકે છે.  નંબરથી પોતાના વેલીડ આધાર નંબર નાખીને પાનનું સ્ટેટસ ચેક કરી શકશે. હવે કરદાતાને -મેલમાં પાન નંબર મોકલવાના રહેશે અથવા તો પોતે ફાઇલમાંથી ડાઉનલોડ કરી શકશે. જોકે બધી પ્રક્રિયામાં કરદાતાને ફક્ત કાગળ પર મળશે પરંતુ ફોટાવાળું જે પાનકાર્ડ પ્લાસ્ટિકનું હાલમાં મળે છે તે મળશે નહીં આથી ત્યાં વેરિફિકેશન માટે જવું હશે તો અનેક સમસ્યાઓ ઊભી થશે કારણ કે તો ફક્ત પેપર ઉપર લખાયેલા નામ હશે ફોટો નહિ હોય એટલે આઇ.ડી પ્રુફ તરીકે વાપરી શકાશે નહીં.

(12:00 am IST)