Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ગૃહિણીઓને મળશે રાહત : એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો : પહેલી એપ્રિલથી નવી કિંમત લાગુ

છેલ્લા બે મહિનામાં એલપીજી સિલિન્ડરમાં ભાવમાં 125 રૂપિયાના ઉછાળા 10 રૂપિયાનો ઘટાડો કરાયો

નવી દિલ્હી : દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કહ્યુ કે 1 એપ્રિલ એટલે કે કાલથી નવી કિંમતો લાગુ થશે. તાજેતરમાં એલપીજી પ્રતિ સિલિન્ડર કુલ મળીને 125 રૂપિયા સુધી મોંઘુ થયુ હતું. અમદાવાદમાં આ સમયે એલપીજી ગેસ 819 રૂપિયા પ્રતિ સિલિન્ડર વેચાઇ રહ્યુ છે. હવે તેની કિંમત 809 રૂપિયા હશે

છેલ્લા કેટલાક દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સમયે દિલ્હીમાં એક લીટર ડીઝલ 80 રૂપિયા 87 પૈસા પ્રતિ લીટર અને પેટ્રોલ 90 રૂપિયા 56 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યુ છે.

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે રસોઇ ગેસની કિંમતમાં કાપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યુ કે તેને એલપીજી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. નવી કિંમત 1 એપ્રિલથી લાગુ થશે, આ પહેલા સુત્રોએ જણાવ્યુ હતું કે પેટ્રોલ-ડીઝલ સાથે એલપીજી ગેસના રેટમાં પણ ઘટાડો આવશે. સુત્રોનું કહેવુ છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે.

અત્યારે 14.2 કિલોગ્રામના નૉન-સબસિડિયરી ધરાવતા ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા, મુંબઇમાં 819 રૂપિયા અને ચેન્નાઇમાં 835 રૂપિયા છે. કિંમતમાં કાપ બાદ એક એપ્રિલથી આ રેટ ઘટીને દિલ્હીમાં 809 રૂપિયા, કોલકાતામાં 835.50 રૂપિયા, મુંબઇમાં 809 રૂપિયા અને ચેન્નાઇમાં 825 રૂપિયા થઇ જશે.

 

છેલ્લા કેટલાક સમયથી કુકિંગ ગેસની કિંમતમાં ઉછાળ આવ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રસોઇ ગેસની કિંમતમાં 125 રૂપિયાનો વધારો થયો છે. 4 ફેબ્રુઆરીની કિંમતમાં 25 રૂપિયાનો ઉછાળ આવ્યો, તે બાદ 15 ફેબ્રુઆરીની કિંમતમાં 50 રૂપિયાનો ઉછાળ આવ્યો, તે બાદ 25 ફેબ્રુઆરીએ ફરી 25 રૂપિયા અને 1 માર્ચે ફરી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

 

છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ 64 ડૉલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યુ હતું. માર્ચના શરૂઆતના અઠવાડિયામાં આ 71 ડૉલર સુધી પહોચી ગયુ હતું. સરકારી સુત્રએ કહ્યુ કે રિટેલમાં પેટ્રોલ-ડીઝલની કિંમતનું કેલકુલેશન ક્રૂડ ઓઇલના રેટ પર નિર્ભર કરે છે. એવામાં આવનારા દિવસોમાં આ સસ્તુ હશે. ફેબ્રુઆરીના મહિનામાં પેટ્રોલ અને ડીઝલનો રેટ ઓલ ટાઇમ હાઇ પર પહોચી ગયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં તેના રેટમાં 60 પૈસાથી વધુનો ઘટાડો આવ્યો છે.

(8:28 pm IST)