Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

અરૂણાચલમાં ચીને મકાનો-ટાવર ખડકી દીધા

ઘુસણોખોરોએ હદ વટાવીઃ ટાટુ પ્રાંતમાં વસાહત ઉભી કરીઃ ભારત - ચીન વચ્ચે તનાવ વધ્યોઃ લશ્કરી વડા લદ્દાખ પહોંચ્યાઃ ભારતના કિબીધુ વિસગરમાં આર્મી કેમ્પ લગાવ્યો : મકાનોની હારમાળા સર્જીઃ કોમ્યુનિકેશન ટાવર પર ખતરનાક ઉપકરણો ગોઠવ્યા : ભારત ઉંઘમાં ?

નવી દિલ્હી તા. ૩૧ : અરૂણાચલ પ્રદેશમાં ચીને ઘુસણખોરીની હદ પાર કરી દીધી છે. આ વિસ્તારના હરિભૂમિ મીડિયાના અહેવાલ પ્રમાણે ચીને ભારતની હદમાં આખી વસાહત ખડકી દીધી છે.

અરૂણાચલના ટાટુ વિસ્તારમાં અને કિબિધુ વિસ્તારમાં ચીન દ્વારા અનેક નિર્માણકાર્યો થયા છે. કિબિધુમાં ચીની સેનાએ આર્મી કેમ્પ લગાવ્યો છે. ઉપરાંત અનેક મકાનોના નિર્માણ કર્યા છે, જેની તસવીરો પણ સામે આવી છે. ટાટુ વિસ્તારમાં ટેલિ કોમ્યુનિકેશન ટાવર લગાવ્યા છે. જેમાં આખા વિસ્તાર પર નજર રાખે તેવા ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે.

આ ઘુસણખોરી સામે ભારત તીવ્ર પ્રતિક્રિયા આપશે, પરંતુ આટલા નિર્માણકાર્ય થઇ ગયા ત્યાં સુધી ભારત સરકારને કેમ ખ્યાલ ન આવ્યો? આવા મુદ્દા વિપક્ષ ઉઠાવશે.

આ પોસ્ટમાં ચીને આધુનિક સાધનો પણ તૈનાત કર્યા છે. સામે આવેલી એક તસવીરમાં કિબિથુના ટાટુ શહેરમાં ચીનની પોસ્ટ અને ઘર પણ જોવા મળ્યા છે. જોકે આ મામલે ભારતીય સેના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

ગત્ત દિવસે ભારતીય સેનાના વિરોધના કારણે ચીનના સૈનિકોને પરત ફરવુ પડ્યું હતું. મહત્વનું છે કે ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવે છે. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબત ગણાવે છે.(૨૧.૨૫)

(3:44 pm IST)