Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

‌સીબીઅેસઇ મામલે દોષિતોને છોડાશે નહીં: પેપર લીકમાં સંડોવાયેલ છાત્રો અને શિક્ષકોની ધરપકડઃ પ્રકાશ જાવડેકર

નવી દિલ્‍હીઃ દિલ્હીમાં સીબીઅેસઇ મામલે છાત્રો અને શિક્ષકોની ધરપકડ કરાઇ છે. આ મામલે દોષિતોને છોડવામાં નહીં આવે તેમ પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું.

પોલીસે સીબીઅેસઈના ચેરમેન અનિતા કરવાલને રાત્રે દોઢ વાગે મોકલાયેલા મેઇલ માટે ગૂગલની મદદ માગી છે. મામલે છાત્રો અને સંલગ્ન શિક્ષકોની પણ ધરપકડ કરાઈ છે.  વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા સીબીએસઈનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

પોલીસમાં કરાયેલી ફરિયાદની કોપી જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, અનિતા કરવાલને પેપર લીક થયાના અેક રાત પહેલાં અા અંગેની જાણકારી હતી.

પહેલા વિદ્યાર્થીઓએ દિલ્હી ખાતે આવેલા સીબીએસઈ કાર્યાલય બહાર હંગામો મચાવ્યો છે. વિદ્યાર્થીઓ સીબીએસઈ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના પ્રીત વિહારમાં ચક્કાજામ કર્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.  આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ઉદ્યોગ ભવન બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવુ છે કે સીબીએસઈ ફરીવાર પરીક્ષા લઈને અમારી સાથે અન્યાય કરી રહી છે. સીબીએસઈએ ધોરણ બારનું અર્થશાસ્ત્ર અને ધોરણ 10નું ગણતિનું પેપક લીક થતા બન્ને વિષયની પરીક્ષા ફરીવાર લેવાની જાહેરાત કરી છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.સીબીએસઈ મામલે દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં  આવ્યુ છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. સીબીએસઈ દ્વારા બે વિષયની  પરીક્ષા ફરીવાર લેવાની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ પહેલા ગુરુવારે જંતર-મંતર ખાતે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને જનંર-મંતર પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ  પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ઝારખંડની સત્રસદર પોલીસે પેપરલીક કૌભાંડમાં 6 સ્ટુન્ડટની ધરપકડ કરી છે અને તેઅોની પૂછપરછ હાથ ધરાઈ રહી છે.

સીબીએસઈ બોર્ડના ધોરણ 12 અને 10માં પેપર લીક થવા મામલે બોર્ડે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે દેશભરમાં વિદ્યાર્થીઓ બોર્ડના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. સુરતમાં પણ સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓએ બ્લેક ટી-શર્ટ પહેરીને અને બેનરો લઈને વિરોધ વ્યક્ત કરીને દેખાવ કર્યા અને ફરીથી પરીક્ષા નહીં આપે તેવા સુત્રોચ્ચાર કર્યા છે.

(6:15 pm IST)