Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

કેનેરા રોબેકો મ્યુ.ફંડે રજુ કર્યું સ્મોલ કેપ ફંડ

લાંબા ગાળે ચડિયાતુ રિટર્ન મળવાની ક્ષમતા

મુંબઇ તા. ૩૧ : કેનેરા રોબેકો એસેટ મેનેજમેનટ કંપની લિમીટેડે ઓપન એન્ડેડ સ્કીમ કેનેરા રોબેકો સ્મોલ કેપ ફંડ માટે નવા ફંડની ઓફર (એનએફઓ) કરી છે. આ સ્કીમનો ઉદ્દેશ જે લાંબા ગાળે અન્ય ઇકિવટી કલાસ કરતા વધુ રિટર્ન પેદા કરી શકે તેવી સ્મોલ-કેપ કંપનીઓના શેરમાં રોકાણ કરવાનો છે. ઇકિવટીમાં સ્મોલ કેપ કંપનીઓ આવતીકાલની સંભવિત મિડ/લાર્જ કેપ્સ બની શકે છે.

એનએફઓ ૨૫ જાન્યુઆરીએ ખુલ્યો છે અને ૮ ફેબ્રુઆરીએ બંધ થશે. આ સ્કીમ પોતાના ભંડોળમાંથી આશરે ૬૫ ટકા ભંડોળ સ્મોલ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના ઇકિવટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવા ધારે છે. પોર્ટફોલિયોના ૩૫ ટકા સુધીના ભંડોળને લાર્જ, મિડ અને સ્મોલ કેપ શેરોમાં પોર્ટોફોલિયોના બિટાને જાળવી રાખવા માટે ફાળવણી કરવામાં આવશે.

એનએફઓ અંગે બોલતા કેનેરા મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ રજનીશ નારુલાએ જણાવ્યુ હતું કે, 'સ્મોલ કેપ સ્કીમ એક કેટેગરી તરીકે વેગ પકડી રહી છે કેમ કે લાંબા ગાળે તેમાં ચડીયાતુ રિટર્ન ઓફર કરવાની ક્ષમતા છે. પ્રવર્તમાન માર્કેટ વોલેટિલીટીને ધ્યાનમાં રાખતા સ્મોલ કેપ્સ એવા રોકાણકારોની ફાળવણીમાં હિસ્સો ધરાવતા હોવા જોઇએ જો જોખમ પચાવવાની વૃત્ત્િ। ધરાવતા હોય અને ઇકિવટીમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા હોય. અમારા નવા સ્મોલ કેપ ફંડ દ્વારા અમે સ્મોલ કેપ્સને વાયેબલ રોકાણ સંજોગો ઊભા કરતા હોય તેવી આલ્ફા જનરેશન તકમાં પરિણમે તેવી સતત કમાણી અને વાજબી વેલ્યુએશન ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા ધારીએ છીએ.' આ સ્કીમમાં લઘુત્ત્।મ રોકાણની રકમ રૂ. ૫,૦૦૦ છે અને ત્યાર બાદ રૂ. ૧.૦૦ના ગુણાંકમાં કરી શકાશે. આ ફંડ લાંબા ગાળે વૃદ્ઘિ કરવાની તક ધરાવતા હોય તેવા અને ટકાઉ બિઝનેસ મોડેલ ધરાવતા ગુણવત્તાયુકત કારોબારમાં ભારે રોકાણ કરીને મૂડી વધારાનો ઉદ્દેશ ધરાવે છે.(૨૧.૨૯)

(3:42 pm IST)