Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અમેરિકા થંભી ગયુઃ પોલાર વોર્ટેકસનો કેરઃ ૮ના મોત :ઠંડા પવનો અંગે ચેતવણી

વોશીંગ્‍ટન, તા.૩૧: પોલાર વોર્ટેકસના કેરથી અમેરિકા થંભી ગયુ છે. એન્‍ટાર્ટીકા કરતા પણ વધારે ઠંડીના કારણે જનજીવન ખોરંભાયુ છે. જેમા અત્‍યાર સુધીમાં કુલ ૮ લોકોના મોત થયા છે. નેશનલ વેધર સર્વીસે ઠંડા પવનો અંગે ચેતવણી આપી છે. જે ગુરૂવાર સુધી ચાલશે. જેમાં સવારના ભાગે ૪૫ થી ૫૦ની ઝડપે ઠંડા પવનો ફુકાશે જયારે બપોરના  સમયે ૩૫ થી ૫૦ની ગતીથી પવનો ફુકાશે. જે નોર્થ વેસ્‍ટ, સેન્‍ટ્રલ અને ઈસ્‍ટ ઈન્‍ડીયાના અને સેન્‍ટ્રલ, નોર્થ સેન્‍ટ્રલ અને નોર્થ ઈસ્‍ટ ઈલીનોયસમાં અસર કરશે.

(12:56 pm IST)