Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મિસ ઇન્‍ડિયા USA તાજ વિજેતા શ્રી સૈની સમાજસેવા ક્ષેત્રે પણ અગ્રેસર : યુ ટયુબ ચેનલ મારફત સોશીયલ ઇસ્‍યુ, કોલેજ લાઇફ, હયુમન રાઇટસ સહિતના ક્ષેત્રે વીડિયો તથા ડીસ્‍કશન શેર કરશે

કેલિફોર્નિયા : ૨૦૧૭ની સાલનો મિસ ઇન્‍ડિયા USA તાજ વિજેતા યુવતિ ૨૧ વર્ષીય શ્રી સૈની સમાજસેવા ક્ષેત્રે પણ મહત્‍વનું યોગદાન આપી રહી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

યુ ટયુબ એન ચેનલ મારફત તે સોશીયલ ઇસ્‍યુ, કોલેજ લાઇફ, હયુમન રાઇટસ વિષે જાગૃતિ ફેલાવવી તેમજ કોમ્‍યુનીટીને મદદરૂપ થવાના પ્રયત્‍નો સાથેના વીડિયો તથા ડીસ્‍કશન શેર કરશે.

૨૦૧૭ની સાલનો મિસ ઇન્‍ડિયા USA ખિતાબ તેણે જીતી લીધો હોવાથી હવે તે ૨૦૧૮ની સાલના સપ્‍ટેં. માસમાં યુ.એસ.માં યોજાનારા મિસ ઇન્‍ડિયા વર્લ્‍ડ વાઇડમાં ભાગ લેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:12 pm IST)