Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

હવે, હાર્ટ સર્જરીને પણ મોંઘવારીનું ગ્રહણ, સ્ટેંટની કિંમતોમાં થશે વધારો

નવી દિલ્હી, તા.૩૧ : સ્ટેંટની કિંમતમાં ફરી એકવાર વધારો થઈ શકે છે. અમેરિકન કંપનીઓની લોબી દ્વારા દબાણને લઈને સરકાર સ્ટેંટ કેપિંગમાં મોટો બદલાવ કરી શકે છે. તેમજ નવા સ્ટેંટને કેપિંગ લિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે જેની કિંમત પહેલાના સ્ટેંટ કરતા વધુ હશે.

ટેન્ટ બનાવતી કંપનીઓનું સરકાર પર દબાણ

આગામી ૫ ફેબ્રુઆરીના રોજ સ્ટેંટની કિંમતો પર લગાવવામાં આવેલ કેપિંગનો રીવ્યુ કરવામાં આવનાર છે. જેને લઈને નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી(NPPA) બધા જ સ્ટોક હોલ્ડર્સ અને સ્ટેંટ બનાવતી કંપનીઓ પાસેથી ભાવતાલ અંગે સલાહ સૂચનો માગ્યા છે.

ટેન્ટ ભાવ પર લગામથી ગરીબ દર્દીને ફાયદો

એક જાણિતા કાર્ડિયોલોજિસ્ટે કહ્યું કે કેપિંગની અસર મિશ્રિત છે કોઈ ખાસ ફાયદો નથી. હકિકતમાં દર્દીને બધા જ પ્રકારની અને કવોલિટીની સ્ટેંટ માર્કેટમાં મળી રહે તેવું સરકારે આયોજન કરવું જોઈએ જેથી કોઈ દર્દી કેપિંગથી પ્રભાવિત ન થાય.

સરકાર નવી સ્ટેંટ અને નવા ભાવને આપી શકે છે મંજૂરી

કાર્ડિયોલોજિસ્ટ અને IMAના પૂર્વ ડિરેકટર ડાુ. કે.કે. અગ્રવાલે કહ્યું કે, NPPA પર ખૂબ દબાવ છે અને ખાસ કરીને ઇમ્પોર્ટેડ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીનું પ્રેશર વધુ છે. જેને જોઈને લાગે છે કે આગામી રીવ્યુ બેઠકમાં NPPA નવા સ્ટેંટને અનુમતિ આપી દે.

ટેન્ટ સસ્તી થતા બાયપાસ ઓપરેશન ઘટ્યા

કેટલાક ડોકટર્સનું કહેવું છે કે જે લોકો સ્ટેંટના વધુ ભાવના કારણે બેથી વધુ સ્ટેંટ લગાવવાની જરુરીયાત હોય તો બાયપાસ સર્જરી કરાવતા હતા તેઓ હવે સસ્તી સ્ટેંટ ઉપલબ્ધ હોવાથી મોટા ઓપરેશનથી દૂર રહે છે.

અન્ય કેટલાક કાર્ડિયોલોજિસ્ટે કહ્યું કે, 'સરકારે સ્ટેંટની કિંમતો પર કેપિંગ કર્યું તે સારી બાબત છે. પરંતુ ત્યાર બાદ માર્કેટમાં એડવાન્સ સ્ટેંટની માત્રા ઘટી જેના કારણે કેટલાક દર્દીઓને દ્યણું નુકસાન થયું. ગરીબ દર્દીઓને ફાયદો થાય તે સારી વાત છે પરંતુ બજારમાંથી એડવાન્સ સ્ટેંટ ગાયબ ન થઈ જાય તે જોવાની જવાબદારી પણ સરકારની છે.'

(3:58 pm IST)