Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

નવા વર્ષથી GST નિયમોમાં ફેરફારઃ શું મોંઘું થશે

 

નવી દિલ્હીઃ નવા વર્ષ- ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST)ના દરોમાં ફેરફાર થશે, જેથી વિવિધ ગ્રાહકલક્ષી ચીજવસ્તુઓ મોંદ્યી થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસની GST કાઉન્સિલની ભલામણોને આધારે ગારમેન્ટ્સ, ટેકસટાઇલ્સ અને ફૂટવેર પર લાગુ GST દરોમાં વધારો કર્યો છે. આ બધી ચીજવસ્તુઓ પર ઞ્લ્વ્ના દર પહેલી જાન્યુઆરીથી પાંચ ટકા વધીને ૧૨ ટકા થઈ જશે.

ટેકસટાઇલ્સ ક્ષેત્રે રૂ.૧૦૦૦ થી વધુની કિંમતનાં કપડાં પર GST પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ કપડાં, સિન્થેટિક યાર્ન, બ્લેન્કેટ, ટેન્ટ્સ અને અન્ય આ પ્રકારની ચીજવસ્તુઓ પરના GSTના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂ.૧૦૦૦ થી વધુની કિંમતના ફૂટવેર પરના GSTના દર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યા છે.

ઓલા અને ઉબેર જેવી એપથી રિક્ષા બુક કરવાનું મોંદ્યું પડશે, કેમ કે સરકારે ઘોષણા કરી હતી કે ઓનલાઇન ઓટો રાઇડ બુકિંગ પર પાંચ ટકા GST લગાવવામાં આવશે. જોકે ઓફલાઇન રિક્ષા પર કોઈ GSTના દર લાગુ નહીં થાય.

આ ઉપરાંત ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ- સ્વિગી અને ઝોમેટો પરના GSTના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આ પ્લેટફોર્મ્સ પર સરકારે પાંચ ટકા GSTના દર લાગુ કર્યા છે, જેથી આ એપથી ફૂડ ડિલિવરી મગાવવી મોંઘી પડશે.

(3:56 pm IST)