Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

૩૧ ડીસેમ્બરે જીએસટી પરિષદની બેઠક લેવાશે ઘણાં મહત્વપૂર્ણ નિર્ણયો

નવી દિલ્હી તા. ૩૦: વર્ષના અંતિમ દિવસ એટલે કે ૩૧ ડીસેમ્બરે જીએસટી પરિષદની બેઠક થવાની છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવાઇ શકે છે.

આ બેઠક અન્ય વાતો ઉપરાંત ટેક્ષ સ્લેબ યુ઼કિત સંગત બનાવવા પર રાજયોના મંત્રીઓની સમિતિના રિપોર્ટ પર ચર્ચા થશે. બેઠકમાં કેટલાક ઉત્પાદનો પર રીવર્સ શુલ્ક માળખામાં સુધારા પર પણ ચર્ચા થશે.

(11:40 am IST)