Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજકોટમાં આજદિન સુધીમાં 13 હજાર દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો: સાંજે 49 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 69 કેસ નોંધાયા

કુલ કેસનો આંક 13,600એ પહોંચ્યો: 55 દર્દીઓ સાજા થયા : હાલ 391 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 49 અને બપોરે 20 સાથે આજે કુલ 69 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 49 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 13,600 થયા છે. હાલમાં 391 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 55 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવતા આજદિન સુધીમાં 13,036 લોકો કોરોનાને મ્હાત આપી છે.

 

(6:48 pm IST)