Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજકોટમાં બપોર સુધીમાં ૨૦ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૩,૫૫૧ નોંધાયા તથા ૧૨,૯૮૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૯૫.૯૩ ટકા થયો

રાજકોટ, તા.૩૦:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૨૦ કેસ નોંધાયા છે. જયારે આજ દિન સુધીમાં ૧૩ હજાર જેટલા દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

 

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૨૦  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ૧૩,૫૫૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૨,૯૮૧લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૫.૯૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૨૭૪૫ સેમ્પલ લેવાયા હતા. જેમાં  ૬૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ  ટકા થયો હતો. જયારે ૮૧ દર્દીઓ સાજા થયા છે.

જયારે આજ દિન સુધીમાં ૫,૩૨,૫૨૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૩,૫૫૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૪ ટકા થયો છે.

(3:33 pm IST)