Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

નવો કોરોના સ્ટ્રેનનો ભય

બ્રિટેનથી અવર-જવર ફલાઇટ પર ૭ જાન્યુ. સુધી પ્રતિબંધ લંબાવાયો

લંડન તા. ૩૦ : દેશમાં બ્રિટેનમાં સામે આવેલ ખતરનાક કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૨૦ થઇ ગઇ છે. ૧૩ દર્દીઓ કયા રાજયમાં છે તે હજી સ્પષ્ટ થયું નથી. આ વચ્ચે કેન્દ્ર સરકારે બ્રિટેન જતી અને આવતી ફલાઇટ પર ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી પ્રતિબંધ વધારી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટેનથી આવતી-જતી ફલાઇટ પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ સુરીએ આ અંગેની જાણકારી આપી.એક સત્તાવાર નિવેદનમાં હરદીપસિંહ પુરીએ કહ્યું કે બ્રિટેનમાં હાલની પરિસ્થિતિને નજરમાં રાખતા ભારત સરકારે આ નિર્ણય લીધો છે કે બ્રિટેનથી ભારત આવનાર બધી ફલાઇટને અસ્થાયી રીતે ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૧૧.૫૯ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૨૨ ડિસેમ્બરના રોજ ૧૧.૫૯ વાગે શરૂ થયો હતો.

આ અગાઉ હરદીપ સિંહ પુરીએ ભારત આવનારા બધા યાત્રીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને ૭ દિવસ સુધી કવોરોન્ટાઇનમાં ફરજિયાત રહેવું પડશે. પુરીએ કહ્યું કે અસ્થાયી પ્રતિબંધની તારીખની સમીક્ષા કરવામા આવશે. UKથી આવેલા આંધ્રની મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન, આઇસોલેશન સેન્ટરમાંથી ભાગીને ટ્રેનથી ઘર પહોંચી હતી.

નિષ્ણાંતોના મત મુજબ કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. જો કે એવુ સામે આવી રહ્યું છે કે આ નવા પ્રકારના વાયરસને વધારનારા પ્રોટીનમાં બદલાવ કરી નાંખ્યો છે, જેના દ્વારા તે શરીરની સ્વસ્થ કોશિકાઓ પર સરળતાથી હુમલો કરી શકે છે. તેનું ઝડપથી ફેલાવાનું કારણ આ જ છે.યૂનાઇટેડ કિંગડમથી પરત ફરેલા ૨૦ યાત્રીઓમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ પહેલા અગાઉના દિવસે દેશમાં અલગ-અલગ ભાગમાં ૬ જ કેસ સામે આવ્યા હતા. કોલકાતામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો મામલો સામે આવ્યો છે.

સરકારના એક નિવેદન મુજબ અત્યાર સુધીમાં બ્રિટેનથી પરત ફરેલા ૧૪૨૩ લોકોને ટ્રેસ કરવામાં આવ્યાં છે. ૧૭ લોકોની શોધ કરવામાં આવી રહી છે. બ્રિટેનથી ૧૪૦૬ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં ૧૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમના સંપર્કમાં આવેલા ૬૩૬૪ લોકોમાંથી ૧૨ સંક્રમિત થયા છે. બધાના સેમ્પલ જીનોમ સીક્રેસિંગ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યાં છે.

(2:40 pm IST)