Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

હજી વધુ ખરાબ રોગચાળો આવવાની સંભાવના : WHO

જિનિવા,તા. ૩૦: ગયા એક વર્ષથી વિશ્વમાં જીવલેણ સાબિત થઇ રહેલા કોરોના વાઇરસ પછી વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ ચેતવણી ઉચ્ચારી છે કે એનાથી પણ વધુ ખતરનાક રોગચાળો આવે એવી શકયતા છે. વિશ્વએ એનાથી લડવાની તૈયારીઓને લઇને 'ગંભીર' થઇ જવંુ જોઇએ. WHOના ઇમર્જન્સી ચીફ માઇકલ રયાને સોમવારે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતુ કે આ વેક -અપ કોલ છે.

છેલ્લા એક વર્ષમાં આ નોવેલ કોરોના વાયરસની ચપેટમાં આશરે આઠ કરોડ લોકો આવી ચૂકયા છે અને વિશ્વમાં ૧૮ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચુકયા છે. રયાને કહ્યું હતુ કે આ રોગચાળો બહુ ગંભીર છે. એની સાથે તેમણે ચેતવણી આપી હતી કે એ બહુ ઝડપથી વિશ્વમાં ફેલાઇ રહ્યો છે અને વિશ્વમાં દરેક ખુણે એની અસર વર્તાય છે. જો કે એ પણ જરૂરી નથી કે આ જ સૌથી મોટો રોગચાળો હોય. આ વાયરસ બહુ સંક્રમક છે અને લોકોના જીવ પણ લઇ રહ્યો છે. એમ તેમણે કહ્યું હતું.

WHOના વરિષ્ઠ સલાહકાર બ્રુસ એલવાર્ડે પણ ચેતવણી આપતાં કહ્યું હતુ કે  કોરોના વાઇરસ સામે લડવા માટે વેકિસન બનાવવા સહિત વૈજ્ઞાનિક સ્તરે ઘણી પ્રગતિ કરી છે પણ એ તૈયારીઓ ભવિષ્યમાં સામે આવનારા રોગચાળાને પહોંચી વળવા બહુ ઓછી છે.

(10:00 am IST)