Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

પહેલા હું આપને મિત્રો કહી સંબોધન કરવાનો હતો, પણ હું અટકી ગયોઃ કાર્યક્રમમાં ગીતકાર ગુલઝારની સ્‍પષ્‍ટતા

નાગરિકતા (સંશોધન ) કાનૂનના વધતા વિરોધ વચ્‍ચે ગીતકાર ગુલઝારએ શનિવારના કહ્યું કે આ દિવસોમાં એમને દિલ્લીવાળાઓથી ડર લાગે છે કારણ કોઇ નથી જાણતા તે કયો કાનૂન લાવવા માગે છે.

એક સાહિત્‍ય પુરસ્‍કાર સમારોહને સંબોધનની શરૂઆત કરતા પહેલા એમણે હસતાં-હસતાં કહ્યું હું આપને મિત્રો કહીને સંબોધન કરવાનો હતો પણ પછી અટકી ગયો.

(11:42 pm IST)