Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા: સરકારની જાહેરાત

લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેના પ્રમુખનું પદ સંભાળશે.

નવી દિલ્હીઃ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની સરકારે જાહેરાત કરી છે વર્તમાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવાયા છે  બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસે 31 ડિસેમ્બરે પદભાર સંભાળવાનો છે. 31 ડિસેમ્બરે જ જનરલ બિપિન રાવત સેના પ્રમુખના પદ પરથી નિવૃત થઈ રહ્યાં છે. ત્યારબાદ લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેના પ્રમુખનું પદ સંભાળશે.

સરકારે 24 ડિસેમ્બરે સત્તાવાર રીતે સીડીએસ બનાવવાની જાહેરાત કરી હતી. સીડીએસ ફોર સ્ટાર જનરલ હશે અને તેઓ રક્ષા મંત્રાલય અંતર્ગત આવનારા એક નવા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સના સેક્રેટરી તરીકે કામ કરશે અને સરકારને સૈન્ય મામલા પર સલાહ આપશે 

(10:21 pm IST)