Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

ગ્લોબલ વોર્મિંગની અસર કૃષિ ક્ષેત્રે નથી મળતા મજુરો

મહિલા શ્રમિકો આવતા નથીઃ કારખાના ભણી વલણઃ સર્વેક્ષણ લૂ અને ગરમીમાં કામ કરવાથી ડરે છે મજુરો

નવી દિલ્હી, તા. ૩૦ :. જળવાયુ પરિવર્તનના જોખમોનો સામનો કૃષિક્ષેત્રમાં કામ કરતા મજુરોએ કરવો પડે છે. એક નવા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર ભારતમાં વધતી ગરમી, લૂ તથા તેના કારણે થતી બિમારીઓના કારણે ખેત મજુરોની કાર્યક્રમના પર અસર થઈ રહી છે. સાથે જ ખેત મજુરોની ઉપલબ્ધતા પણ ઘટી રહી છે. યુરોપીય પ્રોજેકટ અર્થ જર્નાલીઝમ નેટવર્ક (ઈજેએન)ના રિસર્ચ અનુસાર આગામી દિવસોમાં આ પરિસ્થિતિ ભયાનક બની શકે છે.

તેમા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)ના તાજેતરના એક રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહેવાયુ છે. આના કારણે ૨૦૩૦ સુધીમાં ભારતને ૩.૪ કરોડ ફુલટાઈમ રોજગારી જેટલુ નુકશાન થશે. રિપોર્ટ અનુસાર પંજાબ અને હરિયાણામાં ખેત મજુરોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, પરિણામ સ્વરૂપે ત્યાં લોકોએ ૬૦ ટકાથી પણ વધારે ખેતીકામ મશીનો દ્વારા કરવાનું શરૂ કરી દીધું છે છતા ૪૦ ટકા કામ માટે પણ મજુરો નથી મળતા.

હરિયાણા અને પંજાબમાં બિહાર તથા અન્ય રાજ્યોમાંથી આવતા મજુરોની સંખ્યા ઘટી છે. પ્રવાસી મહિલા મજુરો આવવાનું બંધ થઈ ગયુ છે. સોનીપત પાસે આવેલ તિહાડ મલિક ગામના ખેડૂત પરમવીર મલિક જણાવે છે કે ખાસ્સી એવી મજુરી આપવા છતા મજુરો નથી મળતા.

બિહારથી આવીને અહીં કામ કરતા મજુર ભુદેવે કહ્યું કે ઉનાળામાં કામ કરવામાં તકલીફ થાય છે એટલે તેઓ કારખાનામાં ઓછી મજુરીએ પણ કામ કરવાને પ્રાથમિકતા આપે છે. તે જણાવે છે કે તેના કેટલાય સાથીદારો ખેતરોમાં કામ દરમ્યાન લૂ, ડેન્ગ્યુ અને મેલેરીયાથી અસરગ્રસ્ત થાય છે.

(3:59 pm IST)