Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

એરટેલ મિનિમમ રિચાર્જ વેલીડીટી પ્લાનનો ભાવ રૂ.૨૩ થી વધારી રૂ.૪૫ કર્યોઃ ૯૫% મોંઘુ

પ્રતિ યુઝર આવક વધારવાનો હેતુ

નવી દિલ્હી, તા.૩૦: ભારતી એરટેલે પોતાનું મિનિમમ મંથલી રિચાર્જ પ્લાન આજથી સબ્સક્રાઈબર્સ માટે મોંદ્યો કરવામાં આવ્યો છે. હવે એરટેલ યૂઝર્સને દર મહિને ઓછામાં ઓછું ૪૫ રુપિયાનું રિચાર્જ તો કરાવવું જ પડશે. પહેલા આ ભાવ ૩૫ રુપિયાનો હતો. કંપનીએ એક વર્ષ પછી આ ટેરિફમાં બદલાવ કર્યો છે અને નવા ભાવ આજે રવિવારથી એકિટવ થઈ જશે.

આથી એરટેલ પ્રીપેઈડ કસ્ટમર્સને હવે દર મહિને ૧૦ રુપિયા વધારે આપવા પડશે. ત્યારે જ તેઓ ટેલિકોમ ઓપરેટર્સની સર્વિસ સાથે જોડાયેલા રહી શકશે. ભારતી એરટેલે રવિવારે એક પબ્લિક નોટિસમાં કહ્યું કે,'રવિવાર પછીથી દરેક ૨૮ દિવસમાં એકવાર કસ્ટમર્સ માટે ૪૫ રુપિયા અથવા તો તેનાથી વધારેનું રિચાર્જ કરાવવું ફરજિયાત હશે. ત્યારે તે કંપની સર્વિસના લાભ લઈ શકશો.'કંપનીએ એક નોટિસમાં કહ્યું કે,'જો સબ્સક્રાઈબર ૪૫ રુપિયા અથવા તેનાથી વધારેનું પ્રીપેડ રિચાર્જ નહીં કરાવે તો એરટેલ પાસે તેને પ્લાનના લાભ ન આપવા માટે અને બાકી સર્વિસ ઓછી કરવાનો પણ અધિકાર રહેશે. લિમિટેડ સર્વિસ સાથે ૧૫ દિવસનો ગ્રેસ પીરિયડ (વધારાનો સમય) પણ દેવામાં આવશે. આ ગ્રેસ પીરિયડ પૂરો થયા પછી કંપની તરફથી દરેક સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવશે.' ગત મહિને એરટેલ અને વોડાફોન-આઈડિયા તરફથી ટેરિફ પ્લાન ૪૦ ટકા મોંદ્યા કરવામાં આવ્યા હતાં.

મિનિમમ રિચાર્જ મોંદ્યુ થવાની અસર તે જ યૂઝર્સ પર પડશે, જે માત્ર કંપનીની સર્વિસ સાથે જોડાયેલા રહેવા ઈચ્છો છો અને લોંગ ટર્મ રિચાર્જ નથી કરાવતા તો એરટેલ તરફથી ગત વર્ષે જ જાહેરાત કરવામાં આવી હતી કે મંથલી રિચાર્જ ન કરાવનાર માર્જિનલ કસ્ટમર્સની સંખ્યા ઘટાડવા માટે કંપની તરફથી મિનિમમ ભાવ ૩૫ રુપિયા કરવામાં આવી રહ્યો છે. આ રીતે કંપની એવરેજ આવક વધારવાની કોશિશ કરી રહી છે.

(11:29 am IST)