Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

પ્રશાંત કિશોરે વધાર્યુ ભાજપનું ટેન્શનઃ પ૦-૫૦ની ફોર્મ્યુલા નહિઃ JDU વધુ બેઠકો લડે

૭૦ ધારાસભ્ય સાથે JDU મોટો પક્ષ છે, ભાજપ પાસે ૫૦ ધારાસભ્ય જ છે

પટણા, તા.૩૦: વર્ષ ૨૦૨૦માં બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતા દળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે પોતાની જ પાર્ટીને એક મોટી ફોર્મ્યૂલા આપી છે. પ્રશાંત કિશોરનું કહેવું છે કે જેડીયૂએ વધારે સીટ પર ચૂટંણી લડવી જોઈએ.

જનતા દળ યૂનાઈટેડ (JDU)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચર્ચિત રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનામાં રાખીને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના સહયોગી હોવાના કારણે પાર્ટીને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની તુલનામાં વધારે સીટ પર લડવું જોઈએ. ઉલ્લેખનીય છે કે બંને પાર્ટીએ આ વર્ષે ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં સમાન સંખ્યામાં સીટો પર ચૂંટણી લડી હતી.

કિશોરે કહ્યું,  'મારા મત મુજબ વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીના ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરી શકાતું નથી.' તેમણે કહ્યું, 'જો આપણે ૨૦૧૦ ની વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો જેડીયુ અને ભાજપ સાથે મળીને લડ્યા, તો આ ગુણોત્ત્।ર ૧ૅં ૧.૪ હતું.જો આ વખતે થોડો ફેરફાર કરવામાં આવે તો પણ, તે બંને પક્ષો સમાન બેઠકો પર લડશે તેવું ન બની શકે. ' કિશોરે કહ્યું,' જેડીયુ લગભગ ૭૦ષ ધારાસભ્યો સાથે પ્રમાણમાં મોટી પાર્ટી છે જયારે ભાજપ પાસે ૫૦ ધારાસભ્યો છે. વળી, નીતીશ કુમારને એનડીએનો ચહેરો બનાવીને વિધાનસભાની ચૂંટણી લડવી પડશે.

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) ને લઈને પ્રશાંત કિશોર તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા રહ્યા છે. હકીકતમાં, નાગરિકતા સુધારા કાયદાને સંસદમાં જનતા દળ યુનાઇટેડ દ્વારા ટેકો મળ્યો હતો, જયારે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે તેનો વિરોધ કર્યો હતો.

આ પછી, પ્રશાંત કિશોર નીતિશ કુમારને પટણામાં મળ્યા. વાતચીત પછી, પ્રશાંત કિશોરે કહ્યું કે જેડીયુને નાગરિકતા સુધારો અધિનિયમ સાથે વધારે સમસ્યા નથી, જો કે તે એનઆરસી (નેશનલ રજિસ્ટર Citiz« સિટિઝન્સ) સાથે ન હોય તો. વિરોધને જોતા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં એનઆરસી લાગુ કરવામાં આવશે નહીં.

(11:04 am IST)